Wednesday, 30 May 2018

એપિલેપ્સી – વાઈને જડમૂળથી મટાડતો આયુર્વેદનો વૈજ્ઞાનિક અભિગમ - Guj Health Guru





જો તમે આર્ટ – કલામાં રસ ધરાવતા હો તો તમે ફ્લાવર વાઝના નામના પેઈન્ટિંગથી પરિચિત હશો. આ પેઈન્ટિંગ મશહૂર ચિત્રકાર વિનસેન્ટ વાન્ગોગે (Vincent Van Gogh) બનાવ્યું હતું.
આવા જગપ્રસિદ્ધ પેઈન્ટિંગ આપનાર મહાન કલાકારને એક દર્દ હતું – એપિલેપ્સી. આ દર્દના ચિત્રકાર વાન્ગોગ જ નહીં, પરંતુ નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparte), આલ્ફ્રેડ નોબેલ (Alfred Nobel), જ્હોન્ટી રહોડ્સ (Jonty Rhodes) જેવી મહાન વ્યક્તિઓ પણ હતી.
આમ છતાં, તેઓ તેમના દર્દથી નિરાશ થઈને બેસી નહોતા રહ્યા. તેમના કામમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર આ બધી વ્યક્તિઓ સફળતાના શિખરે પહોંચી હતી.
એપિલેપ્સી:Epilepsy
મગજના કોષોમાં એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ સતત ચાલ્યા કરતો હોય છે, જે રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પસાર થાય છે, જેની એક ચોક્કસ ગતિ હોય છે. લય હોય છે. આ એક ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા છે.
આ વિદ્યુત તરંગો તેની નિયત ગતિ કરતાં વધુ પ્રમાણમાં પેદા થવા માંડે છે. (જો કે આવા તરંગોની ગતિ થોડા સમય પૂરતી વધતી હોય છે.) જેને કારણે શરીરમાં ઝાટકા આવવા માંડે છે, અથવા ધ્રુજારી પેદા થાય છે.આ સમસ્યાને ખેંચ, ફીટ કે વાઈન નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને એપિલેપ્સી કહે છે.
એપિલેપ્સીના કારણો:
મસ્તિકમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવું.
લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જવું.
મનનો તાવ કે મગજના ટી.બી. જેવા અન્ય સંક્રામક દર્દો થવા.
બાળકના જન્મ વખતે થતી ઇજા કે જન્મ પછી તરત રડતા વાર લાગે ત્યારે મસ્તિષ્કના કોષોને પડતી ઓક્સિજનની ઉણપ.
મગજમાં ગાંઠ – ટ્યુમર હોય.
પડવા, વાગવાથી કે એક્સિડન્ટથી થતી માથાની ઇજા.
મગજમાં પેદા થતાં વિદ્યુત તરંગોને E.E.G. દ્વારા માપી શકાય છે. આ ઉપરાંત મસ્તિષ્કમાં કોઈ રચનાત્મક ખામી છે કે નહીં એ જાણવા માટે C.T. Scan (સીટી સ્કેન) કે M.R.I. (એમ.આર.આઇ) કરાવવાની જરૂર પડે છે.
 વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા
9825368884

Friday, 25 May 2018

આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર... - Guj Health Guru




      આ ઉનાળામાં વારંવાર બ્લડપ્રેશર ઘટી જવાની સમસ્યામાં સરળ આયુર્વેદ સારવાર…

દોઢ કપ ગરમ પાણીમાં પા કપ દૂધ, અડધી ચમચી કોફી પાવડર અને બે ચમચી ખાંડ ઉમેરીને લેવાથી આંખોનાં પોપચાં ઢળી જવાની લો બી.પી. ની સમસ્યામાં ઝડપી સુધારો જોવા મળે છે.

અખાત્રીજના વર્ષીતપના પારણાંમાં સમયસર પહોંચી શકાય એ માટે સવારથી તણાવ અનુભવતા અમીબેન ઝડપથી ઘરમાં વ્યવસ્થાઓ ગોઠવી અને કાર સ્ટાર્ટ કરી. કારમાં A.C. ચાલુ હોવા છતાંબહારની ગરમી અને સ્ટ્રેસ પછી પિયર પહોંચ્યા ત્યારે લિફ્ટને આવવાની વાર હોવાને કારણે ઝડપથી પાંચમા માળે પગથિયા ચઢીને પહોંચી ગયા. ભાભીને શેરડીના રસથી કારણો કરાવ્યું. અને તરત ધબ્બ કરીને માથે હાથ દઈને બેસી પડ્યાં. અંધારા આવે છે, ચક્કર આવે છે એવું માંડ ધીમેથી બોલ્યા. એમની મમ્મીએ સાકર પાણી, લીંબુનું શરબત આપ્યા પછી દસ મિનિટે આંખ ખોલવાની ઇચ્છાથઈ.

આ ગરમીના દિવસોમાં યોજાતી શાળાની પરેડમાં જો બાળકોને વધુ સમય ઊભા રાખવામાં આવે તો તેમાંથી કોઈ બાળક આંખે અંધારા આવી જવાથી પડી જતું હોય છે, તે આપણે જાણીએ છીએ.

પગથિયા ચડવાથી કે સાધારણ શ્રમથી ઘણી વ્યક્તિઓના હૃદયના ધબકારા વધી જતા હોય છે. પરંતુ થોડીવાર પછી આરામની પળોમાં ધબકારા સામાન્ય થઈ જાય છે.

Low Blood Pressure કેમ થાય છે?
ઉનાળાના દિવસોમાં આપણને ઘણી જગ્યાએ પાણીની બૂમો સંભળાય છે. ખાસ કરીને ઊંચાઈવાળા ઘર, સોસાયટી કે ગામડાઓમાં વિશેષ હોય છે.

પાણીની પાઇપલાઇનમાં પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે પૂરા ફોર્સથી – પૂરા દબાણથી પાણી આગળ વધતું નથી. પરિણામે છેવાડા કે ટોચના ઘર સુધી પાણી પહોંચતું નથી.

એ જ રીતે લોહીની ઓછપને કારણે તે રક્તવાહિનીઓની શિથિલતાને કારણે હૃદય પૂરતા પ્રમાણમાં જોર કે દબાણ લાવી શકતું નથી. પરિણામે મસ્તિષ્ક – મગજ અને પગની પીંડીઓ સુધી પૂરતાપ્રમાણમાં લોહી પર્યાપ્ત માત્રામાં પહોંચતું નથી.

આમ, રક્તનું – રક્તપ્રવાહનું ઓછું જોર લોહીનું નીચું દબાણ કે લો બ્લડપ્રેશર ના ચિન્હો પેદા કરે છે.

લો બ્લડપ્રેશર/Low Blood Pressureની વિશેષ ઓળખ:
આંખ આગળ કાળા ટપકા દેખાય. આંખે અંધારા અંધારા આવે છે.
ચક્કર આવે.
બગાસા આવે. કામ કરવાનું મન ન થાય.
થોડું કામ કરવાથી થાક લાગે. કામ ન કર્યુ હોય તો પણ થાક લાગે.
હૃદયના ધબકારા વધી જાય.
પગની પીંડીઓ દુખે. પાની દુખે. ક્યારેક પગમાં વાઢિયા પડે.
કામ દૌર્બલ્ય – ગુહ્ય અંગોમાં ઉત્તેજના મંદ થાય.
ક્યારેક ખૂબ ઊંઘ આવે. સવારે ઉઠ્યા પછી શરીર સુસ્ત – થાકેલું લાગે.
ઉપચારક્રમ:

બ્લડપ્રેશર ઘટી જવાના ઉપર્યુક્ત ચિન્હોમાંથી એકાદ-બે ચિન્હો જણાય ત્યારે બ્લડપ્રેશર મપાવી તેના ઘરગથ્થુ ઉપચાર કરવા.

તત્કાળ ઉપાય:
લીંબુના રસમાં સાકર, નમક, સંચળ, મરી પાવડર, ગ્લુકોઝ નાખીને શરબત પીવું. જે ચક્કર આવવા, અંધારા આવવામાં તરત રાહત મળે છે.

સૂંઠ, ગોળ, ઘી સરખા પ્રમાણમાં લઇને લસોટીને અડધીથી પોણી ચમચી લેવું. સૂંઠનાં બદલે ગંઠોડા – પીપરામૂળ પણ લઈ શકાય.

અગ્નિતુંડીવટી:
અજમો, વાવડીંગ, યવક્ષાર અને શુદ્ધ ઝેરકોચલા (નક્સ-વોમિકા) વગેરેથી અગ્નિતુંડીવટી બને છે. એક-એક ગોળી જમ્યા પછી લેવી.



દશમૂલારિષ્ટ:
૧૦ મિલિગ્રામ દશમૂલારિષ્ટમાં તેટલી જ માત્રામાં પાણી ઉમેરીને જમ્યા પછી લેવું.

વિષતિંદુકવટી, મકરધ્વજવટી, અશ્વગંધા, અગ્નિતુંડી વગેરે કોઈ પણ ઔષધ તમારા નજીકના વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ શરૂ કરવા હિતાવહ છે.

Saturday, 19 May 2018

મગજ ને વધુ સક્રિય કેવીરિતે બનાવશો ? - Guj Health Guru



                                     મગજ ને વધુ સક્રિય કેવીરિતે બનાવશો ?


મગજ એ માનવ શરીરનું સૌથી જટિલ અંગ છે. ઘણા લોકોનું માનવું છે કે વ્યક્તિ તેમના મગજનો માત્ર  ૧૦% ઉપયોગ કરે છે. શું આ વાતમાં કોઈ સત્ય છે?
વ્યક્તિનું મગજ નક્કી કરે છે કે તેઓ કેવી રીતે તેમની આસપાસની દુનિયાનો અનુભવ કરે છે. વ્યક્તિના મગજનું વજન ૩ પાઉન્ડ્સ છે અને તેઓ આશરે ૧૦૦ અબજો ચેતાકોષો ધરાવે છે– ચેતાકોષો એટલે કે કોષો જે માહિતી પહોચાડે.
આ લેખમાં, આપણે અન્વેષણ કરીશું કે કેવી રીતે વ્યક્તિ તેમના મગજનો ઉપયોગ કરે છે. આપણે કેટલાક વ્યાપક માન્યતા ને તપાસીશું અને મગજ વિશે કેટલીક રસપ્રદ તથ્યો જાહેર કરીશું.
આપણે આપણા મગજનો કેટલો ઉપયોગ કરીએ છે?
૨૦૧૩ ના સર્વેક્ષણ પ્રમાણે, લગભગ ૬૫ ટકા અમેરિકનો માને છે કે આપણે ફક્ત ૧૦ ટકા જ મગજનો ઉપયોગ કરીએ છીએ.
સાયન્ટિફિક અમેરિકનમાં ન્યુરોલોજીસ્ટ બૅરી ગોર્ડનએ એમની મુલાકાતમાં જણાવ્યું કે આ ખાલી કથા છે. તેઓ સમજાવે છે કે મગજનો મોટા ભાગનો હિસ્સો હમેંશા સક્રિય હોય છે.
ફ્રન્ટિયર્સ ઈન હ્યુમન ન્યુરોસાયન્સમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ૧૦ ટકા માન્યતા ને  નકામી ગણાવવામાં આવી છે.
એક સામાન્ય મગજ ઇમેજિંગ ટેકનીક, જેને ફંક્શનલ મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ (એમઆરઆઈ) કહેવાય છે, જે  મગજની પ્રવૃત્તિ માપી શકે છે જયારે કોઈ વ્યક્તિ વિવિધ કાર્યો કરે છે.
આ અને સમાન પદ્ધતિઓનો ઉપયોગ કરીને, સંશોધકો દર્શાવે છે કે મોટા ભાગે આપણા મગજનો ઉપયોગ કરવામાં આવે છે, પછી ભલેને વ્યક્તિ કોઈ સરળ કાર્ય કરી રહ્યું હોય.

જયારે વ્યક્તિ સૂતું કે વિશ્રામ કરી રહ્યું હોય ત્યારે પણ મગજના મોટા ભાગનો હિસ્સો સક્રિય હોય છે.
કોઈ પણ સમયે ઉપયોગમાં લેવાતી મગજની ટકાવારી વ્યક્તિથી વ્યક્તિ અલગ અલગ હોય છે. વ્યક્તિ શું કરી રહ્યું છે અને શું વિચારે છે એના પર આધાર રાખે છે.
આ ૧૦ ટકાવાળી માન્યતા ક્યાંથી આવી?
આ માન્યતા કેવી રીતે શરૂ થઈ તે સ્પષ્ટ નથી, પરંતુ તેના ઘણા સંભવિત સ્રોતો છે.
જર્નલ સાયન્સના ૧૯૦૭ની આવૃત્તિમાં પ્રકાશિત થયેલા એક લેખમાં ન્યુરોલોજીસ્ટ અને લેખક વિલિયમ જેમ્સે એવી દલીલ કરી હતી કે માનવીઓ તેમના માનસિક સંસાધનોનો એક ભાગનો ઉપયોગ કરે છે. તેમ છતાં, તેમણે ટકાવારી સ્પષ્ટ કરી નથી.
આ આંકડો ડેલ કાર્નેગીના ૧૯૩૬ના પુસ્તક હાઉ ટુ વીન ફ્રેન્ડ્ઝ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલના સંદર્ભમાં આપવામાં આવ્યો હતો. આ માન્યતા ને લેખકના કૉલેજ પ્રોફેસર કહેતા હતા એ રીતે વર્ણન કર્યું છે. 
વૈજ્ઞાનિકો વચ્ચે એવી માન્યતા પણ છે કે મગજના કોશિકાના લગભગ ૧૦ ટકા ચેતાકોષો બનાવે છે. તેઓએ ૧૦ ટકા માન્યતા તરફ યોગદાન આપ્યું હોઈ શકે છે.
આ માન્યતા લેખો, ટીવી કાર્યક્રમો અને ફિલ્મોમાં પુનરાવર્તિત કરવામાં આવી છે જે સમજાવવામાં મદદ કરે છે કે શા માટે તે વ્યાપકપણે માનવામાં આવે છે. 
મગજ કાર્ય(brain functions) કેવીરિતે સુધારવા?
અન્ય અંગની જેમ જ, મગજ વ્યક્તિની જીવનશૈલી, આહાર અને વ્યક્તિ કેટલો વ્યાયામ કરે છે તેનાથી પ્રભાવિત થાય છે.
મગજનું આરોગ્ય અને કાર્યને સુધારવા માટે, વ્યક્તિ નીચેની બાબતો કરી શકે છે-

Wednesday, 16 May 2018

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો - Guj Health Guru



                                                     ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો

પ્રાચીન વિજ્ઞાનીઓએ માત્ર શરીરનું સ્વાસ્થ્ય સુધારવાના માત્ર ઉપચારો જ નહિ, પરંતુ તેને કેવી રીતે સુંદર રાખી શકાય એ માટેના પ્રયોગો કર્યા હતા…

આપણી ભારતીય હિંદુ સંસ્કૃતિનાં ચાર મુખ્ય વેદો છે. તેમાં આયુર્વેદને અથર્વવેદનો ઉપવેદ માનવામાં આવે છે.

અથર્વવેદ:

અથર્વવેદમાં ઘણી ઔષધિઓ અને ઘણા રોગો વિષેના વર્ણનો અને તેના ઉપચારો જોવા મળે છે.

અથર્વવેદના એક વર્ણન પ્રમાણે જમદગ્નિ નામના ઋષિએ તેમની દીકરીના ટૂંકા વાળનો ઉપચાર કર્યો હતો.  જમદગ્નિ ઋષિની દીકરીના માત્ર  ‘દ્વય અંગુલ’ એટલે કે માત્ર બે આંગળ જેટલા જ હતા. પરંતુ કેટલીકવનસ્પતિઓના રસનું સિંચન માથામાં કરીને એ બે આંગળ જેટલા વાળને ‘વ્યામ’ એટલે કે લગભગ ત્રણેક ફૂટ જેટલા લાંબા કર્યા હતા.

આમ, વેદકાલિન સંહિતાઓમાં શરીરના સ્વાસ્થ્યની સાથે સાથે શારીરિક સૌંદર્ય વધારવાના ઘણા ઉપચારો જોવા મળે છે. જેમકે,

આંખ નીચેના કાળા કુંડાળા:

આંખ નીચેના કાળા કુંડાળાની સમસ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. આવી રીતના કાળા કુંડાળા થવા પાછળનાં ઘણાં કારણો છે. એમાં ખાસ કરીને સ્ત્રીઓને શરીર ધોવાવું અને લોહીની ઓછપ વધારે કારણરૂપ હોયછે. એક સર્વેક્ષણ અનુસાર ભારતની ૯૦ ટકા સ્ત્રીઓ લોહીની ઓછપ (એનિમિયા) થી પીડાય છે. પૂરતા પોષક આહારનો અભાવ મુખ્ય કારણ છે.

એનીમિક સ્ત્રીઓને પગની પીંડીમાં કળતર, અશક્તિ, થાક, અંધારા કે ચક્કર આવવા, વાળ ખરી જવા વગેરે લક્ષણો એક સાથે અથવા વધતા ઓછા પ્રમાણમાં જોવા મળે છે.

આ ઉપરાંત, આંખ નીચેના કાળા કુંડાળા થવા પાછળના અન્ય કારણોમાં ઉજાગરા, હતાશા, ડિપ્રેશન અને જાતિય સુખની અતૃપ્તિ પણ હોય છે.

સારવાર:

લોહાસવ અને દ્રાક્ષાસવમાંથી બે-બે ચમચી દવા લઈ, તેમાં એટલું જ પાણી ઉમેરીને બે ટાઈમ જમ્યા પછી લેવું. આનાથી ભૂખ સારી લાગશે અને રક્તકણોનો ક્રમશઃ વધારો થતાં આંખના કુંડાળા ઘટશે.

શિયાળાની સિઝનમાં આમળાનો રસ એક ચમચી પીવાનો રાખવો.

ખીલ પછીના ખાડા અને કાળા દાગ:

ખીલની ફોડલીને દબાવવાથી એની અંદરથી  સફેદ કણી  જેવો પદાર્થ નીકળી જતો હોય છે. જેનાથી ખીલ મટી જાય છે અથવાતો વધારે પ્રમાણમાં વકરે છે. આ રીતે કરવાથી ઘણીવાર ખીલની જગ્યાએ ખાડો પડી જાયછે. આમ, વધારે વાર બનવાથી ચેહરાની કોમળ-કોમળ ત્વચા તેની સુંદરતા ગુમાવીને ઊંચી-નીચી થઈ જાય છે. ફોડલીને વધારે દબાવવાથી એ ભાગની સૂક્ષ્મવાહિનીઓ તૂટી જાય છે. એમાંથી રક્તનો સ્રાવ થાય છે.એમાંનું કેટલુંક લોહી છિદ્ર વાટે બહાર નીકળે છે. અને કેટલુંક ચામડીના પણ નીચે પ્રસરે છે, જે સમયાંતરે કાળું પડી જઈ ત્યાં કાળો દાગ થઈ જાય છે.

ચહેરા પરની કાળાશ:

આચાર્ય ચરક આ સમસ્યા માટેની આંતરિક પ્રક્રિયા વર્ણવતા કહે છે કે જેનું પ્રકુપિત થયેલું પિત્ત રક્તને મળીને સૂકાઈ જાય છે, એને કોઈ પ્રકારની વેદના વગરના કાળા દાગ થાય છે.

ચહેરા પરના કાળા દાગ તાપમાં વધારે ફરવાથી, માસિક મોડું આવે તો, અને માસિકની અનિયમિતતાથી વધતા હોય છે.

અકાળે કરચલીઓ (Wrinkles):

ચામડી પર નાની ઉંમરે કરચલીઓ પડી જતી હોય છે, જે સૌંદર્યની બાધક છે.

કુમકુમાદિ તેલ:

કુમકુમ એટલે કેસર જેમાં મુખ્ય ઔષધ છે તેવું કુમકુમાદિ તેલ. આંખ નીચેના કાળા કુંડાળા, ખીલ પછીના કાળા દાગ, ચહેરા પરની કાળાશ ઉપરાંત ચામડી પર પડતી કરચલીઓ આ તેલનું હળવા હાથે રોજ માલિશકરવાથી દૂર થાય છે.

કેટલાક લેપ:

વડના અંકુરને મસૂરની દાળ સાથે વાટી લેપ કરવાથી ચહેરા પરની કાળાશ દૂર થાય છે.

અર્જુન ચૂર્ણને દૂધ સાથે લસોટીને રોજ તેનો લેપ કરવામાં આવે તો ચહેરો ઉજળો અને ત્વચા ચમકીલી બને છે.

સૌંદર્યવર્ધક સૂચનો:

જેને કારણે સૌંદર્યમાં બાધા આવે છે જેવા કારણોથી દૂર રહેવાથી સુંદરતા વધે છે અને દીપી ઉઠે છે. જેમકે,

ઉજાગરા ન કરવા. યુવાવસ્થામાં કરેલા ઉજાગરા ઝડપથી ઉંમર વધારનારા ચિન્હોને પ્રગટ કરે છે. દિવસે ઊંઘવું નહીં.
રાત્રે મોડા ના જમવું. જમ્યા પછી વારંવાર ના ખાવું.
તાજો, સાત્વિક અને તમારી પ્રકૃતિને અનુકૂળ આવે તે ખોરાક ખાવાનો આગ્રહ રાખવો.
ઋતુ પ્રમાણેનાં જ ફળો ખાવા.
જમવામાં તલનું તેલ અને ગાયનું ઘી શ્રેષ્ઠ સ્નેહ-ચરબી છે.

Thursday, 10 May 2018

બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન - Guj Health Guru


 બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન


બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન વાંચવું- આવશ્યક છે.
ડોકટર, મને લાગે છે કે મારા બાળકને કાનનો ચેપ(ear Infection) છે!” હું દરરોજ મારી પ્રેક્ટિસમાં આ સાંભળું છું, કારણ કે કાનનો ચેપ એ  પીડાદાયક છે, હું એ મારો પુષ્કળ સમય એ સમજાવામાં ખર્ચ કર્યો છે કે તેમને રોકવા માટે શું કરી શકાય છે.
શું કામ કાનનો ચેપ(ear Infection) શિશુઓમાં સામાન્ય છે?
ચાલો મધ્ય કાન(Middle Ear)ની અંદર એ જોવા માટે કે કેવી રીતે જંતુઓ અને કાનના સૂક્ષ્મ ભાગો વારંવાર આવા સંપર્ક કરે છે. કેનાલ જેને ઇસ્ટાચિયન ટ્યુબ(eustachian tube) તરીકે ઓળખાય છે જે ગળાના પાછળના ભાગને  મધ્ય કાન સાથે જોડે છે અને દબાણને સરખુ કરવા માટે મદદ કરે છે.ગળા સાથે નાક નો અમુક ભાગ પણ ભેજ્વાળો હોવાથી બૅક્ટીરિયા ને વિકસવા માટે મદદરુપબને છે.પરંતુ શિશુની ઇસ્ટાચિયન ટ્યુબ (eustachian tube)ટુંકી, પહોળી અને આડી હોવાથી, ગળા અને નાકના  સ્ત્રાવમાં –આશ્રય લીધેલા જંતુઓ – ખુબ આસાનીથી મુસાફરી કરી શકે છે. પોલાણમાં રહેલુ પ્રવાહી (જેમ કે મધ્ય કાન) જંતુઓના વિકાસનું માધ્યમ બને છે, તેથી વારંવાર નાનાં બાળકોમાં કાનનો ચેપ (ear Infection)જોવા મળે છે.
કેમ કાનના ચેપ(Ear Infection) ને યોગ્ય રીતે સારવાર કરાવવું મહત્વનું છે?
તમારા બાળકનું સાંભળવું કાનના પડદાનું યોગ્ય સ્પંદન અને મધ્યમના માળખાં પર આધાર રાખે છે. વારંવાર ચેપથી કાનના પડદાને નુકશાન થઇ શકે છે, જયારે પુનરાવર્તિત પ્રવાહી સંચયથી સ્પંદનો ભાંગી જાય છે, જે સાંભળવામાં દખલ કરી શકે છે. એટલા માટે કાનના ચેપને ગંભીરતાથી લેવું અનિવાર્ય છે, ખાસ કરીને જ્યારે તમારું બાળક વાત કરતા શીખતું  હોય. સામયિક સાંભળવાના નુકશાનથી બોલવામાં વિલંબ અથવા ભાષાની સમસ્યાઓ પણ થઇ શકે છે જે પાછળથી તેની શાળા કાર્યને અસર કરી શકે છે.
કાનના ચેપ (Ear Infection)ને કેવી રીતે ઓળખી શકાય?

Thursday, 3 May 2018

યૌનપથની તીવ્ર ખંજવાળ... સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ... - Guj Health Guru



                                યૌનપથની તીવ્ર ખંજવાળ… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…


યૌનપથની તીવ્ર ખંજવાળ(white discharge)… સ્ત્રીઓને મુંઝવતું વિશિષ્ટ દર્દ…

યોનિની અંખર તીવ્ર ખંજવાળ આવે છે, ત્યારે સ્ત્રીની મૂંઝવણ ખૂબ વધી જાય છે. તેની આ પ્રકારની સમસ્યા તે કોઈને કહી શકતી નથી. ખૂબ શરમ પણ અનુભવે છે. બહાર જવાનું પણ ટાળે છે.

આવી સમસ્યાથી પીડાતી સ્ત્રીઓએ મુંઝાવાની કે શરમ અનુભવવાની જરૂર નથી. શરીરમાં જેમ શરદી, માથાનો દુખાવો કે અન્ય દર્દો થતાં હોય છે, તેમ આ પણ એક પ્રકારનું શારીરિક દર્દ છે. ઉપર્યુક્ત દર્દ વિષે જેમ આપણે શરમ કે મૂંઝવણ અનુભવવાના નથી, એમ આ દર્દ વિષે પણ ચિકિત્સક પાસે જઈ વાત કરવી જોઈએ.