જો તમે આર્ટ – કલામાં રસ ધરાવતા હો તો તમે ફ્લાવર વાઝના નામના પેઈન્ટિંગથી પરિચિત હશો. આ પેઈન્ટિંગ મશહૂર ચિત્રકાર વિનસેન્ટ વાન્ગોગે (Vincent Van Gogh) બનાવ્યું હતું.
આવા જગપ્રસિદ્ધ પેઈન્ટિંગ આપનાર મહાન કલાકારને એક દર્દ હતું – એપિલેપ્સી. આ દર્દના ચિત્રકાર વાન્ગોગ જ નહીં, પરંતુ નેપોલિયન બોનાપાર્ટ (Napoleon Bonaparte), આલ્ફ્રેડ નોબેલ (Alfred Nobel), જ્હોન્ટી રહોડ્સ (Jonty Rhodes) જેવી મહાન વ્યક્તિઓ પણ હતી.
આમ છતાં, તેઓ તેમના દર્દથી નિરાશ થઈને બેસી નહોતા રહ્યા. તેમના કામમાં કોઈ પણ પ્રકારની કચાશ રાખ્યા વગર આ બધી વ્યક્તિઓ સફળતાના શિખરે પહોંચી હતી.
એપિલેપ્સી:Epilepsy
મગજના કોષોમાં એક પ્રકારનો વિદ્યુત પ્રવાહ સતત ચાલ્યા કરતો હોય છે, જે રાસાયણિક રીતે એક કોષમાંથી બીજા કોષમાં પસાર થાય છે, જેની એક ચોક્કસ ગતિ હોય છે. લય હોય છે. આ એક ઇલેક્ટ્રિકલ પ્રક્રિયા છે.
આ વિદ્યુત તરંગો તેની નિયત ગતિ કરતાં વધુ પ્રમાણમાં પેદા થવા માંડે છે. (જો કે આવા તરંગોની ગતિ થોડા સમય પૂરતી વધતી હોય છે.) જેને કારણે શરીરમાં ઝાટકા આવવા માંડે છે, અથવા ધ્રુજારી પેદા થાય છે.આ સમસ્યાને ખેંચ, ફીટ કે વાઈન નામથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં આને એપિલેપ્સી કહે છે.
એપિલેપ્સીના કારણો:
મસ્તિકમાં લોહીનું પરિભ્રમણ ઓછું થવું.
લોહીમાં સાકરનું પ્રમાણ ઘટી જવું.
મનનો તાવ કે મગજના ટી.બી. જેવા અન્ય સંક્રામક દર્દો થવા.
બાળકના જન્મ વખતે થતી ઇજા કે જન્મ પછી તરત રડતા વાર લાગે ત્યારે મસ્તિષ્કના કોષોને પડતી ઓક્સિજનની ઉણપ.
મગજમાં ગાંઠ – ટ્યુમર હોય.
પડવા, વાગવાથી કે એક્સિડન્ટથી થતી માથાની ઇજા.
મગજમાં પેદા થતાં વિદ્યુત તરંગોને E.E.G. દ્વારા માપી શકાય છે. આ ઉપરાંત મસ્તિષ્કમાં કોઈ રચનાત્મક ખામી છે કે નહીં એ જાણવા માટે C.T. Scan (સીટી સ્કેન) કે M.R.I. (એમ.આર.આઇ) કરાવવાની જરૂર પડે છે.
વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા
9825368884
No comments:
Post a Comment