Wednesday, 8 August 2018

હાડકા પોલા પડે છે? - Osteoporosis - Guj Health Guru



                            હાડકા પોલા પડે છે? – Osteoporosis


ઓસ્ટીઓપોરોસિસ-osteoporosis
આધુનિક સમયમાં શારીરિક શ્રમનું મહત્વ ધીમે-ધીમે ઘટવા માંડ્યું છે. પરિશ્રમના અભાવે જીવન કંઈ કેટલાય રોગો, મહારોગોને આમંત્રે છે. ઓસ્ટીઓપોરોસિસ આમાંની એક મહાસમસ્યા છે.

ઓસ્ટીઓપોરોસિસ એટલે હાડકાના બંધારણમાં વપરાતા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનું ઓછું થઇ જવું. આ તત્વોની ઓછપને કારણે હાડકામાં કળતર થતી હોય એવું લાગે, એના કારણે ઊંઘ ના આવે, કમર, ડોક, સાંધાઓમાં દુઃખાવો થયા કરે. શરીર વાંકું વળી જાય, નખ તૂટવા માંડે, નખ વધતાં અટકી જાય, વાળ ખરવા માંડે, વાળનો વિકાસ અટકી જાય, દાંતમાં કળતર થાય. હાડકામાં ફ્રેકચર થવાની સંભાવના અનેક ગણી વધી જાય.

સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે આપણા શરીરમાં રહેલાં હાડકા લોખંડ કે લાકડા જેવા કઠણ અને કડક હોવાને કારણે જડ હોય છે, પરંતુ એવું નથી. હકીકતમાં આપણા હાડકા જીવંત અને પ્રવૃત્ત હોય છે. સમગ્ર જીવન દરમ્યાન હાડકાનો વિકાસ-વિનિમય ચાલ્યા કરે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા હાડકાના બંધારણમાં વપરાતા તત્વોને હાડકા ગ્રહણ કરી અસ્થિતંત્રનું નવીનીકરણ કરે છે. ઉંમર વધતાં અસ્થિતંત્રમાં સંગ્રહાયેલા જૂના તત્વોનું વિસર્જન થવાનું ચાલુ રહે છે. પરંતુ શ્રમના અભાવે નવા તત્વો અસ્થિમાં ઉમેરાતા નથી. પરિણામે હાડકા તેની ઘનતા ધીમે ધીમે ગુમાવવા માંડે છે અને અસ્થિછિદ્રતા – ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દનું મંડાણ થાય છે.

osteoporosis પરીક્ષણ:
એક્સ-રે પરીક્ષણમાં નિતંબના હાડકાં ઘેરા – કાળા ધાબા રૂપે કે ચાળણી જેવા દેખાય છે. હવે તો બોન ડેન્સીટી ટેસ્ટ થાય છે. એને BMD test (Bone Mineral Density test) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મદદથી ઓસ્ટીઓપોરોસિસ થયો છે કે નહિ તે જાણી શકાય છે.

osteoporosis અંતઃસ્ત્રાવ:
કેલ્શિયમની ગ્રહણશક્તિ પર પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સની અસર પ્રભાવક હોય છે. જો કે બીજા પરિબળો પણ આમાં કામ કરતાં હોય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ઘટી જવાથી સ્ત્રીઓને આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત, મોટી વયના અને જરૂર કરતાં વધુ વજન ધરાવતા અને શારીરિક શ્રમ ઓછો કરતાં લોકોને ટાઇપ-૨ (type-2) ડાયાબિટીઝ થવાના વધુ કિસ્સાઓ બને છે. ડાયાબિટીઝની તકલીફ ધરાવનારાઓને ઓસ્ટીઓપોરોસિસની તકલીફ થવાની સંભાવના રહેલી હોવાનું સર્વેક્ષણ અને અભ્યાસમાં પ્રસ્થાપિત થયેલું છે.

પ્રિવેન્શન:
ઓસ્ટીઓપોરોસિસની તકલીફથી બચવા માટે કેલ્શિયમ અને વિટામીન ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે. લીલાં શાકભાજી જેમ કે પાલક, કોબીજ વગેરે. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામીન ડી બંને હોવાથી એનું સેવન તમારી પ્રકૃતિ અને દોષ પ્રમાણે કરી શકાય. સૂકા મેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં છે. લસણમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં છે. પણ તમારી પ્રકૃતિને અનુલક્ષીને યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવો.

દૂધ અને દહીંમાં કેલ્શિયમ છે. દૂધ એ એવો ખોરાક છે જે દરેક જણને અનુકૂળ આવે. માટે, દૂધ ન પીનારાઓએ એમના રોજિંદા આહારમાં દૂધ લેવું જોઈએ. એમાં પણ ગાયનું દૂધ લેવાથી કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યાઓથી બચી શકાય.

કુમળા તડકામાં બેસવાથી વિટામીન ડી કુદરતી રીતે મળે છે.

ઓસ્ટીઓપોરોસિસની તકલીફ ન થાય તે માટે અને શરીરના સ્નાયુઓ યોગ્ય પ્રતિભાવ આપવાનું ચાલુ રાખે તે માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. રોજ નિયમિત ચાલવા અને પગથિયા ચઢવાની કસરત સારામાં સારી રીતે થઇ શકે છે.

સારવાર:
પંચતિક્ત ઘૃત – જેમને ઓસ્ટીઓપોરોસિસ દર્દનું નિદાન થઇ ચુક્યું હોય તેમણે કડવા રસવાળી ઔષધિઓ જેમ કે લીમડાના પાન, કડવા પરવળ, ગળો, અરડૂસી વગેરેને દૂધ કે ઘી સાથે પકાવીને લેવી જોઈએ.

અસ્થિધાતુની ઘનતા ઓછી થવાથી સર્જાયેલી સમસ્યામાં આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે ઉપર્યુક્ત ઔષધિઓથી ઊભી થયેલી ક્ષતિની પુરતી થાય છે.

રોજ સવારે ખાલી પેટે એક ચમચી પંચતિક્ત ઘૃત ગરમ દૂધ સાથે લેવું. ત્યારબાદ કલાક સુધી ખોરાક લેવો નહિ. તેનાથી ડાયાબિટીઝ પણ અંકુશમાં આવે છે. આનાથી હાડકાનો દુઃખાવો ઓછો થઇ જાય છે. સાથે લઘુ વસંતમાલતીની ગોળી તમારા નજીકના વૈદ્યરાજની સલાહથી લઇ શકાય. તેમાં કુદરતી સ્વરૂપમાં ઝિંક રહેલું છે. ઝિંકમાં હાડકામાં થતાં છિદ્રને ઓછા કરવાની ક્ષમતા ખૂબ છે.

આ યોગ લેનારાઓએ ખોરાકમાં વીસ ટકા જેટલો ઘટાડો કરવો જોઈએ.

સુવર્ણયોગ:
વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિન્હો સાથેના આ ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ વસંત માલતી રસની એક-એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી. સુવર્ણ ભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી અસ્થિધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. અસ્થિધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે.

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો - Guj Health Guru


ચોમાસું ક્યાંક આસપાસ છે...” છીંકો અને શરદીના એટેક... - Guj Health Guru




Wednesday, 1 August 2018

Concentration Killers! - Guj Health Guru



                                         Concentration Killers!


Concentration
દોષી: સામાજિક/Social મીડિયા
કદાચ તો તમે એડીએચડી સાથે જીવી રહ્યા છો અથવા ફક્ત સમય-સમય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો, આજની દુનિયા એકાગ્રતા ના હત્યારાઓથી ભરેલી છે. મનોવૈજ્ઞાનિક લ્યુસી જો પલ્લડિનો, પીએચડી થોડી જુક્તિઓ આપે છે સોશિયલ મીડિયા સાથે શરૂ થતા, ધ્યાન વિચલન નું સંચાલન કરવા માટે . ઘણું સરળછે મિત્રો સાથે જોડાવાનું  – અને કાર્યમાંથી દૂર રહેવું – એક કલાક માં  ઘણી વખત. દરેક સ્ટેટસ અપડેટ્સ તમારા વિચારો ની ટ્રેન ને હચમચાવી દે છે, જ્યારે તમે કામ ફરી શરૂ કરો છો ત્યારે તે બેકટ્રેક કરે છે.

સામાજિક/Social મીડિયા નું સમાધાન
જ્યારે તમે કાર્ય કરી રહ્યા હો ત્યારે સોશિયલ મીડિયા સાઇટ્સમાં લૉગ ઇન કરવાનું ટાળો. જો તમને અવારનવાર ચેક કરવું જરૂરી લાગે છે, તો વિરામ દરમિયાન તે કરો, જ્યારે પોસ્ટ્સનો સ્થિર પ્રવાહ તમારી એકાગ્રતાને અવરોધશે નહીં. જો તમે વારંવાર લોગીંગનો પ્રતિકાર કરી શકતા ન હોવ તો તમારા લેપટોપ ને સ્થાન આપો જેથી તમે થોડા કલાકો માટે ઇન્ટરનેટ એક્સેસ નહીં મેળવી શકો.
દોષી: ઇ-મેઇલ ઓવરલોડ
ઇ-મેઇલ વિશે કંઈક છે – તે જેવો જ તમારા ઇનબૉક્સમાં આવે છે અને તમને તુરંત જ જવાબ આપવાની ઈચ્છા થાય છે. જો કે ઘણા ઇ-મેઇલ્સ કાર્ય સંબંધિત છે, તેમ છતાં તે  પણ તમારા વર્તમાન પ્રોજેક્ટ માટે વિક્ષેપક તરીકે જ ગણાય છે. તમે દરેક સંદેશને સતત જવાબ આપતા રેહશો તો તમે જે કામ કરી રહ્યા છો તે સમયસર નહીં પતાવી શકો.

ઇ-મેઇલ ઓવરલોડ નુ સમાધાન
સતત ઇ-મેઇલ તપાસવાને બદલે, તે હેતુ માટે વિશિષ્ટ સમયને અલગ કરો. બાકીના દિવસ દરમિયાન, તમે વાસ્તવમાં તમારા ઇ-મેઇલ પ્રોગ્રામને બંધ કરી શકો છો. આવું કરવા થી તમે બીજા કામ માટે પૂરતો સમય કાઢી શકશો.

દોષી: તમારો સેલ ફોન
સેલ ફોન ની રિંગટોન ઇ-મેઇલના પિંગ કરતાં પણ વધારે હાનિકારક છે. આ એક એવો અવાજ છે, જેની આપણા માથી થોડાક જ લોકો અવગણના કરી શકે છે. પરંતુ કૉલ પર વાત કરવાથી ફક્ત તમે જે સમય પસાર કરો છો તેનો ખર્ચ નથી થતો – પરંતુ તે તમારા કાર્ય ના વેગને અસર કરે છે.

સેલ ફોન નુ સમાધાન
કોલર આઇડી નો સદઉપયોગ કરો. જો તમને લાગતું હોય કે કૉલ તાત્કાલિક નથી, તો તેને વૉઇસમેઇલ પર જવા દો. જો તમે કોઈ ખાસ જરૂરી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છો, તો તમારા ફોનને સાઈલેન્ટ/silent કરી દો જેથી તમે જવાબ આપવા માટે લલચાવી ન શકો. વૉઇસમેઇલને તપાસવા માટે ચોક્કસ સમય પસંદ કરો. દરેક કોલને આવે ત્યારે લેવા કરતાં, તમારા બધા સંદેશા એક જ સમયે  સાંભળવા ઓછુ નુકસાનકારક છે.

Concentration Killers!
દોષી: મલ્ટીટાસ્કીંગ/Multi Tasking
જો તમે મલ્ટીટાસ્કીંગની કળામાં કુશળતા મેળવી લીધી હોય, તો તમને કદાચ લાગે છે કે તમે ઓછા સમયમાં વધુ કર્યું છે. ફરી વિચારો, નિષ્ણાતો કહે છે. સંશોધન સૂચવે છે કે જ્યારે પણ તમે તમારું ધ્યાન એક કાર્યથી બીજા તરફ ફેરવો છો ત્યારે સમય ગુમાવો છો. અંતિમ પરિણામ એ છે કે એક સાથે ત્રણ પ્રોજેક્ટ્સ કરવાનું સામાન્ય રીતે એક પછી એક પતાવવા કરતા વધુ સમય લે છે.

મલ્ટીટાસ્કીંગ નુ સમાધાન
જ્યારે પણ શક્ય હોય ત્યારે, એક સમયે એક પ્રોજેક્ટ પર તમારું ધ્યાન સમર્પિત કરો, ખાસ કરીને જો તમે મહત્વપૂર્ણ અથવા ઉચ્ચ પ્રાધાન્યતા વાળું કામ કરી રહ્યાં હોવ. તમારી મલ્ટિટાસ્કિંગ કુશળતાને એવા કામ માટે રાખો કે જે તાત્કાલિક અથવા માંગણી પૂર્ણ ન હોય -જેમકે ફોન પર વાત કરતી વખતે કદાચ તમારા ડેસ્કને વ્યવસ્થિત કરો તો કોઇ નુકસાન નહીં થાય.
Concentration Killers!
દોષી: કંટાળો
રોજ કરવા ના ઘણા કાર્યો બીજા કાર્યો કરતાં વધારે રસપ્રદ હોય છે.  જે કંટાળાજનક કાર્યો છે તે થોડાક જ સમય માં ધ્યાન બાહર થઈ જાય છે,જેથી તેવા કાર્યો તમને તેમાંથી બેધ્યાન કરવા માટે સંવેદનશીલ હોય છે. જો તમે અમુક કાર્ય કરતાં કંટાળ્યા છો તો તમારો ફોન, ઇન્ટરનેટ, તમારા કામ કરવાની જગ્યાની સાફ-સફાઈ એક સારો વિક્લપ  છે.

કંટાળાનુ સમાધાન
તમે તમારી સાથે એક સોદો કરો : જો તમે અમુક કાર્યને એક ચોક્કસ સમય સુધી કરો છો, તો તમને 10-મિનિટનો વિરામ મેળશે. તમારી જાતને કોફી, મનપસંદ નાસ્તા, અથવા બહાર ચાલવાની બક્ષિસ આપો. કંટાળાજનક કાર્યો પૂર્ણ કરવા સરળ થઈ જાય છે જ્યારે તમારી પાસે કંઈક ઉદ્દેશ્ય હોય છે. આ પણ એક બાબત છે જ્યાં મલ્ટીટાસ્કીંગ સારી રીતે કાર્ય કરી શકે છે. રસીદો ફાઇલ કરતી વખતે રેડિયોને સાંભળવા થી તમે કામ સમાપ્ત કરવા માટે લાંબા સમય સુધી બેસી શકશો.

દોષી: વિચલિત કરતાં વિચારો
તમારા માટે કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું થઈ જાય છે, જ્યારે તમને બીજા વિચારો ચાલુ થઈ જાય છે. જેમકે જલ્દી કરવા નુ છે અથવા ઘરકામ પૂરું કરવાનું છે. અથવા તમે તમારી કાલે થયેલી વાર્તા-લાપ ના વિચારો માં અટકી ગયા છો અને તે તમને વારે વારે યાદ આવે છે. આવા કોઈ પણ જાત ના વિચલિત  વિચારો બેધ્યાન કરવા માં ખૂબ જ સક્ષમ છે.

વિચલિત કરતાં વિચારો નું સમાધાન
વિચલિત કરતાં વિચારો ને તમારા મગજમાં આવતા અટકાવવા નો એક રસ્તો છે, કે તેમને લખી લો. પછીથી પૂર્ણ કરવાના કાર્યો, ઘરકામ, અને અન્ય કાર્યોની સૂચિ બનાવો. અપ્રિય ચર્ચાઓ થી થતી નિરાશાને તમારી ડાયરી માં લખી ને બાહર કાઢી દો. એકવાર આ વિચારો કાગળ પર આવી જશે, પછી તમે તેમને અમુક સમય માટે ભૂલી જવા માટે સક્ષમ થઈ શકો છો.

દોષી: તણાવ/Stress
જ્યારે તમને લાગે કે તમારા મગજમાં એક સાથે બહુ વિચારો ચાલી રહ્યા છે, ત્યારે એક  કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થઈ શકે છે. અધૂરા માં પૂરું તણાવ ની તમારા શરીર ઉપર ઘણી આડ અસર થાય છે. તમને ચુસ્ત ખભા, માથાનો દુઃખાવો, અથવા હૃદય ના ધબકારા વધી જવા ની તકલીફો થઈ શકે છે, જે બધા તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ને ઓછી કરી શકે છે.

તણાવ/Stress નુ સમાધાન
તાણ ઘટાડવાની તકનીકો જાણો, જેમ કે યોગ. આ તમને તણાવપૂર્ણ વિચારોને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે, જેથી તેઓ તમારું ખૂબ ધ્યાન ન લે. એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યુ છે કે જે લોકોએ આઠ સપ્તાહનો યોગનો અભ્યાસક્રમ કર્યો તેમના માં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સુધારી. જો તમને સ્થાનિક સ્તરે યોગ ક્લાસ ન મળે, તો ઑનલાઇન જુઓ.

દોષી: થાક/Fatigue
થાકના કારણે ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું બની શકે છે, પછી ભલે તમારી પાસે થોડા વિક્ષેપો હોય. અભ્યાસો સૂચવે છે કે ખૂબ ઓછી ઊંઘ તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિ ને નબળી કરી દે છે.

થાક નુ સમાધાન
મોટાભાગના પુખ્તોને રાત્રે દીઠ 7-9 કલાક ઊંઘની જરૂર પડે છે. મધ્યરાત્રિ સુધી જાગવા કરતા, ઊંઘને ​પ્રાથમિકતા આપો.  આથી તમને દિવસ દરમિયાન વધુ કાર્ય પૂરા કરવામાં મદદ કરશે. સાથે સાથે, તમે દિવસના કયા સમયે સૌથી વધારે જાગૃત અનુભવો છો તેના પર ધ્યાન આપો. પછી તમને ખબર પડશે કે તમારે સૌથી વધારે કાર્યો ક્યારે સુનિશ્ચિત કરવા.

દોષી: ભૂખ/Hunger
મગજ ઈઁધન વિના ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તેથી ભોજન છોડવાનું – ખાસ કરીને નાસ્તો – એક ટોચ એકાગ્રતા કિલર છે સંશોધન સૂચવે છે કે જયારે તમે વેહલી સવારે ઉઠીને નાસ્તો નથી કરતા ત્યારે યાદશક્તિ અને એકાગ્રતા પર તેની આડ અસર થાય છે.

ભૂખ નુ સમાધાન
ભૂખ ને દૂર રાખો અને તમારા મગજને સ્થિર ઈંધન આપતા રહો, નિમ્ન આદતો રાખી ને :

● હંમેશા નાસ્તો કરો
● ઉચ્ચ પ્રોટીન ધરાવતો નાસ્તો કરો (ચીઝ, નટ્સ)
● સરળ કાર્બસ છોડો (મીઠાઈ, સફેદ પાસ્તા)
● જટિલ કાર્બસ  પસંદ કરો (આખું અનાજ)
દોષી: હતાશા/Depression
મોટાભાગના લોકો વિચારે છે કે ઉદાસી હતાશા નુ મુખ્ય કારણ છે. પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ કહે છે કે ધ્યાન કેન્દ્રિત કરવા માં તકલીફ એ સૌથી મુખ્ય લક્ષણ છે. જો તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી રહી છે, અને તમને ખાલી, નિરાશાજનક અથવા ઉદાસીન લાગે છે, તો તમે હતાશા અનુભવી રહ્યા છો.

હતાશા નુ સમાધાન
જો તમને લાગે કે તમને ડિપ્રેશન થઈ શકે છે, તો પ્રથમ પગલું એ ડૉક્ટર અથવા સલાહકાર સાથે વાત કરવાનુ છે. હતાશા નો ખૂબ જ સારી રીતે ઉપચાર થઈ શકે છે. ઘણા અભ્યાસોએ એન્ટીડિપ્રેસન્ટ દવાઓની અસરકારકતા અને ચોક્કસ પ્રકારની ચર્ચા ને ઉપચાર બતાવ્યા છે.