Wednesday, 8 August 2018

હાડકા પોલા પડે છે? - Osteoporosis - Guj Health Guru



                            હાડકા પોલા પડે છે? – Osteoporosis


ઓસ્ટીઓપોરોસિસ-osteoporosis
આધુનિક સમયમાં શારીરિક શ્રમનું મહત્વ ધીમે-ધીમે ઘટવા માંડ્યું છે. પરિશ્રમના અભાવે જીવન કંઈ કેટલાય રોગો, મહારોગોને આમંત્રે છે. ઓસ્ટીઓપોરોસિસ આમાંની એક મહાસમસ્યા છે.

ઓસ્ટીઓપોરોસિસ એટલે હાડકાના બંધારણમાં વપરાતા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનું ઓછું થઇ જવું. આ તત્વોની ઓછપને કારણે હાડકામાં કળતર થતી હોય એવું લાગે, એના કારણે ઊંઘ ના આવે, કમર, ડોક, સાંધાઓમાં દુઃખાવો થયા કરે. શરીર વાંકું વળી જાય, નખ તૂટવા માંડે, નખ વધતાં અટકી જાય, વાળ ખરવા માંડે, વાળનો વિકાસ અટકી જાય, દાંતમાં કળતર થાય. હાડકામાં ફ્રેકચર થવાની સંભાવના અનેક ગણી વધી જાય.

સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે આપણા શરીરમાં રહેલાં હાડકા લોખંડ કે લાકડા જેવા કઠણ અને કડક હોવાને કારણે જડ હોય છે, પરંતુ એવું નથી. હકીકતમાં આપણા હાડકા જીવંત અને પ્રવૃત્ત હોય છે. સમગ્ર જીવન દરમ્યાન હાડકાનો વિકાસ-વિનિમય ચાલ્યા કરે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા હાડકાના બંધારણમાં વપરાતા તત્વોને હાડકા ગ્રહણ કરી અસ્થિતંત્રનું નવીનીકરણ કરે છે. ઉંમર વધતાં અસ્થિતંત્રમાં સંગ્રહાયેલા જૂના તત્વોનું વિસર્જન થવાનું ચાલુ રહે છે. પરંતુ શ્રમના અભાવે નવા તત્વો અસ્થિમાં ઉમેરાતા નથી. પરિણામે હાડકા તેની ઘનતા ધીમે ધીમે ગુમાવવા માંડે છે અને અસ્થિછિદ્રતા – ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દનું મંડાણ થાય છે.

osteoporosis પરીક્ષણ:
એક્સ-રે પરીક્ષણમાં નિતંબના હાડકાં ઘેરા – કાળા ધાબા રૂપે કે ચાળણી જેવા દેખાય છે. હવે તો બોન ડેન્સીટી ટેસ્ટ થાય છે. એને BMD test (Bone Mineral Density test) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મદદથી ઓસ્ટીઓપોરોસિસ થયો છે કે નહિ તે જાણી શકાય છે.

osteoporosis અંતઃસ્ત્રાવ:
કેલ્શિયમની ગ્રહણશક્તિ પર પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સની અસર પ્રભાવક હોય છે. જો કે બીજા પરિબળો પણ આમાં કામ કરતાં હોય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ઘટી જવાથી સ્ત્રીઓને આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત, મોટી વયના અને જરૂર કરતાં વધુ વજન ધરાવતા અને શારીરિક શ્રમ ઓછો કરતાં લોકોને ટાઇપ-૨ (type-2) ડાયાબિટીઝ થવાના વધુ કિસ્સાઓ બને છે. ડાયાબિટીઝની તકલીફ ધરાવનારાઓને ઓસ્ટીઓપોરોસિસની તકલીફ થવાની સંભાવના રહેલી હોવાનું સર્વેક્ષણ અને અભ્યાસમાં પ્રસ્થાપિત થયેલું છે.

પ્રિવેન્શન:
ઓસ્ટીઓપોરોસિસની તકલીફથી બચવા માટે કેલ્શિયમ અને વિટામીન ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે. લીલાં શાકભાજી જેમ કે પાલક, કોબીજ વગેરે. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામીન ડી બંને હોવાથી એનું સેવન તમારી પ્રકૃતિ અને દોષ પ્રમાણે કરી શકાય. સૂકા મેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં છે. લસણમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં છે. પણ તમારી પ્રકૃતિને અનુલક્ષીને યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવો.

દૂધ અને દહીંમાં કેલ્શિયમ છે. દૂધ એ એવો ખોરાક છે જે દરેક જણને અનુકૂળ આવે. માટે, દૂધ ન પીનારાઓએ એમના રોજિંદા આહારમાં દૂધ લેવું જોઈએ. એમાં પણ ગાયનું દૂધ લેવાથી કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યાઓથી બચી શકાય.

કુમળા તડકામાં બેસવાથી વિટામીન ડી કુદરતી રીતે મળે છે.

ઓસ્ટીઓપોરોસિસની તકલીફ ન થાય તે માટે અને શરીરના સ્નાયુઓ યોગ્ય પ્રતિભાવ આપવાનું ચાલુ રાખે તે માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. રોજ નિયમિત ચાલવા અને પગથિયા ચઢવાની કસરત સારામાં સારી રીતે થઇ શકે છે.

સારવાર:
પંચતિક્ત ઘૃત – જેમને ઓસ્ટીઓપોરોસિસ દર્દનું નિદાન થઇ ચુક્યું હોય તેમણે કડવા રસવાળી ઔષધિઓ જેમ કે લીમડાના પાન, કડવા પરવળ, ગળો, અરડૂસી વગેરેને દૂધ કે ઘી સાથે પકાવીને લેવી જોઈએ.

અસ્થિધાતુની ઘનતા ઓછી થવાથી સર્જાયેલી સમસ્યામાં આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે ઉપર્યુક્ત ઔષધિઓથી ઊભી થયેલી ક્ષતિની પુરતી થાય છે.

રોજ સવારે ખાલી પેટે એક ચમચી પંચતિક્ત ઘૃત ગરમ દૂધ સાથે લેવું. ત્યારબાદ કલાક સુધી ખોરાક લેવો નહિ. તેનાથી ડાયાબિટીઝ પણ અંકુશમાં આવે છે. આનાથી હાડકાનો દુઃખાવો ઓછો થઇ જાય છે. સાથે લઘુ વસંતમાલતીની ગોળી તમારા નજીકના વૈદ્યરાજની સલાહથી લઇ શકાય. તેમાં કુદરતી સ્વરૂપમાં ઝિંક રહેલું છે. ઝિંકમાં હાડકામાં થતાં છિદ્રને ઓછા કરવાની ક્ષમતા ખૂબ છે.

આ યોગ લેનારાઓએ ખોરાકમાં વીસ ટકા જેટલો ઘટાડો કરવો જોઈએ.

સુવર્ણયોગ:
વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિન્હો સાથેના આ ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ વસંત માલતી રસની એક-એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી. સુવર્ણ ભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી અસ્થિધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. અસ્થિધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે.

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો - Guj Health Guru


ચોમાસું ક્યાંક આસપાસ છે...” છીંકો અને શરદીના એટેક... - Guj Health Guru




No comments:

Post a Comment