Showing posts with label Women Health. Show all posts
Showing posts with label Women Health. Show all posts

Saturday, 17 February 2018

મૅનોપોઝને કારણે વધતી મેદસ્વિતા અંકુશમાં લઈ શકાય - Guj Health Guru




                                              Guj Health Guru
                                      Health Information in Gujarati

                                                                               મૅનોપોઝને કારણે વધતી મેદસ્વિતા અંકુશમાં લઈ શકાય

મહિલાઓનો માસિક  સ્રાવ  ઉંમર વધે  તેમ  ધીમે  ધીમે  ઓછો અને બંધ થાય છે.  આશરે  ૪૫થી ૫૫ વર્ષની ઉંમરે આ પ્રક્રિયા પૂરી થતી   હોય છે.   મૅનોપોઝ આવી ગયા  બાદ સ્ત્રી માતા   બની શકતી નથી.  મૅનોપોઝ દરમિયાન  સ્ત્રીઓનું  અંડાશય  બીજ બનાવવાના   બંધ કરી દે   છે.  તે ઇસ્ટ્રોજન  અને    પ્રોજેસ્ટેરોન ઓછી માત્રામાં બનાવે છે.  આ બંને   એક પ્રકારના હોર્મોન  છે.

Menopause: હોર્મોનમાં  આવતા ચેન્જ
સ્ત્રીના શરીરમાં  હોર્મોનના ચેન્જ આવે છે તેને  કારણે મૅનોપોઝ આવે છે, જે  રજોનિવૃત્તિ તરીકે પણ ઓળખાય છે. માસિક પહેલા  ઓછું થાય છે અને  ધીમે  ધીમે  બંધ થાય છે.  કેટલીક  સ્ત્રીઓમાં  માસિક અચાનક બંધ થઈ જાય છે. એક વર્ષ સુધી  સંપૂર્ણ  રીતે માસિક ન આવે  ત્યારે તે મૅનોપોઝ કમ્પ્લિટ  થયો  ગણાય  છે. મૅનોપોઝનો   એક  પ્રકાર  સર્જિકલ મૅનોપોઝ પણ   છે.  તેમાં કેટલીક હોર્મોનથેરપી અને કેમોથેરપીને કારણે ઓવરીઝ- અંડાશયને ઑપરેશનથી બહાર  કાઢી  નાખવામાં આવે  છે.

Menopause: મૅનોપોઝનાં  લક્ષણો
માસિક  ધીમે ધીમે ઓછું થાય,  ધીમે ધીમે બંધ થઈ જાય, હોટ ફ્લેશિશ આવે  છે. તેમાં  અચાનક પરસેવો  થવા  માંડે છે. વહેલી  સવારે  પણ કોઈવાર ઊંઘમાં  પસીનો  છૂટી જાય છે. તે  વખતે એરકન્ડિશનમાં રહેવું જ જોઈએ તેવી લાગણી થાય છે. વાતવાતમાં ચિડાઈ જાય તેવું બને   છે. મૂડ વારંવાર બદલાયા કરે છે. ટેન્શન એકાએક વધી જાય છે. સ્વભાવમાં ઉદાસીનતા જોવા મળે  છે. ઘણીવાર   સાંધામાં દુખાવો  પણ  થાય છે.

Menopause: મૅનોપોઝમાં  વજન વધવાનાં  કારણો
જ્યારે સ્ત્રીઓનું માસિક સંપૂર્ણપણે બંધ થઈ જાય તેને  પોસ્ટ   મૅનોપોઝ સ્ટેજ કહેવાય છે.  મોટા ભાગે તે  દરમિયાન જ સ્ત્રીઓનું વજન વધી જાય છે. મૅનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન અને   પ્રોજેસ્ટેરોન નામના    હોર્મોન જે ઓવરીઝમાં બને  છે  તે ઓછા બનવા માંડે છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે તેને  કારણે વજન વધતું નથી.  માત્ર પેટની આસપાસ જ ચરબી જમા  થાય છે, પરંતુ હોર્મોનમાં     જે ચેન્જ  આવે છે   તેને કારણે   સ્ત્રીઓમાં   ડિપ્રેશન  કે એન્ગ્ઝાઇટી આવે છે. તેને  કારણે જ તેમને   વધુને વધુ  ખાવાની ઇચ્છા  થાય છે.
આ દરમિયાન સાંધામાં દુખાવા    થાય  છે, તેને  કારણે ઍક્સરસાઇઝ કરવાનું કે ચાલવાનું  પણ  સ્ત્રીઓ બંધ કરી દે છે. તેથી સમગ્ર શરીરનું  વજન વધવા માંડે છે.  મૅનોપોઝને  કારણે પેઢુના   ભાગમાં બે-ત્રણ ઇંચ વધારો થાય છે.  બાકીનો વધારો  સ્ત્રીઓના મૂડ સ્વિંગને આભારી  છે.
Menopause: વજન   વધવાથી ઊભા   થતાં  જોખમો
મૅનોપોઝમાં વજન વધી જવાથી બ્લડ પ્રશેર થઇ શકે છે. હાઇ બ્લડપ્રશેર અને હાઈ   કૉલેસ્ટ્રોલની સમસ્યા    થઈ   શકે  છે. ટાઈપ ટુ   ડાયાબિટીસ  થઈ શકે  છે. ટાઈપ ટુ  ડાયાબિટીસ    બહુધા ૪૦ વર્ષ પછી  જ થાય છે.  ટાઈપ  ટુ  ડાયાબિટીસ જન્મજાત કે હેરિડિટરી હોતો નથી.   હાર્ટ ડિસીઝ કે પ્તદયરોગનો હુમલો  કે પછી પેરાલિસીસનો  એટેક પણ તેને  કારણે આવી  શકે છે.

Wednesday, 14 February 2018

સફેદ પાણી પડવું - અકસીર આયુર્વેદ ઉપચાર! , vaginal discharge in Gujarati



સફેદ પાણી પડવું – અકસીર આયુર્વેદ ઉપચાર!

સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે.

લ્યુકોરિયા: Vaginal discharge
પરંતુ કેટલીક સમસ્યાઓ દૂર રાખજે આ પ્રવાહીનું પ્રમાણ તેની જરૂરિયાત કરતા વધવા માંડે ત્યારે એ સ્વયં એક સમસ્યાનું રૂપ ધારણ કરે છે, જેને આધુનિક પરિભાષામાં લ્યુકોરિયા કહે છે.

આમ તો, આ સમસ્યા ઘાતક, મારક કે અત્યંત પીડાકારક ન હોવાને કારણે બહેનો ઘણીવાર તેના તરફ બેદરકાર રહે છે.

ગર્ભાશય ગ્રીવા પર ચાંદી:
સફેદ પાણી પડવું તે એક સ્વતંત્ર સમસ્યા છે. આમ છતાં, ક્યારેક તે લક્ષણરૂપે જોવા મળે છે. જેમ કે ગર્ભાશયની ગ્રીવા પર ચાંદી પડે ત્યારે સફેદ પાણી પડવું એ એક લક્ષણ હોય છે.

આધુનિક સારવાર:
આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ગર્ભાશયની ગ્રીવા પર પડેલી ચાંદીને કોટરાઈજેશન (cauterization) કરાવવાની સલાહ અપાય છે. આમાં બે પ્રકારે સારવાર કરાય છે. ૧. Electric Cauterization ૨.Cryo Cauterization.

આ સાથે એન્ટિબાયોટિક્સ અને અન્ય ઔષધો આપવામાં આવે છે.

Wednesday, 7 February 2018

પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ... - Guj Health Guru

                                                          પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ…

Uterine Prolapse

પોતાના નિયત સ્થાનેથી નીચે ઉતરી આવતાં ગર્ભાશય માટે શસ્ત્રક્રિયા કરાવતાં પહેલાં થોડી રાહ જુઓ…

આયુર્વેદિક ઉપચારથી ગર્ભાશય ભ્રંશની સમસ્યા કાયમી મટાડી શકાય છે.

ગર્ભાશય ભ્રંશ/Uterine Prolapse:
ગર્ભાશય પોતાના નિયત સ્થાનેથી ખસી જાય, તેને ગર્ભાશય ભ્રંશ – પ્રોલેપ્સ કહે છે. કેટલીક સ્ત્રીઓને નીચે ઉતરી આવેલું ગર્ભાશય યોનિપ્રદેશમાંથી બહાર ઘસી આવે છે. આમાં મુખ્ય કારણોમાં પ્રસવ વખતની ઇજા અને  શ્રોણિબંધનો  – પેલ્વિક લિગામેન્ટ્સ (Pelvic Ligaments) ઉપરનું ખેંચાણ મુખ્ય છે.  80 થી 90 ટકા ભ્રંશ – પ્રોલેપ્સ પ્રસૂતિ દરમિયાન અથવા તો પ્રસૂતિ પછીના સમયગાળા દરમિયાન બંધનો ઢીલાં પડવાથી અથવા સ્નાયુઓને ઈજા પહોંચવાથી થાય છે.


ડીલીવરીની પહેલી અવસ્થા – first stage of Labour માં ગ્રીવા પૂરેપૂરી ખૂલે એ પહેલાં જો સ્ત્રી જોર કરે તો ભ્રંશ થવાની સંભાવના વધી જાય છે.

ફોર્સેપ્સ:
બાળકના માથાને ચીપિયા – ફોર્સેપ્સ લગાવીને ખેંચવાનો પ્રયત્ન કરવામાં આવે તો પણ કેટલીક વાર ભ્રંશ થાય છે. આ ઉપરાંત, પ્રસૂતિ પછીના સમયગાળામાં  ભારે કામના ઢસરડા, વજન ઊંચકવું, વગેરેથી ઢીલી  થયેલી માંસપેશીઓ અને સ્નાયુઓ વધુ શિથિલ થતાં ગર્ભાશય ભ્રંશ થાય છે.

અતિ આરામ:
દોઢ-બે મહિનાનો વધુ પડતો આરામ પણ માંસપેશીઓને ઢીલી કરી નાખે છે. માટે  હરવા-ફરવાની પ્રક્રિયા કે હળવી કસરતો પ્રસૂતિ પછીના અઠવાડિયા થી ચાલુ કરી દેવી જોઈએ.

તેલ માલિશ:
તેલમાલિશથી  પણ માંસપેશીઓ મજબૂત થઈ શકે છે.

આયુર્વેદ:
આયુર્વેદ શાસ્ત્રમાં સ્નાયુઓને માંસધાતુની ઉપધાતુ ગણી છે. માંસધાતુ  શિથિલ થવાથી  સ્નાયુઓના બંધનો ઢીલાં પડે છે. પરિણામે ઉપર્યુક્ત સમસ્યા ઊભી થાય છે. પ્રસવની સમગ્ર પ્રક્રિયા દરમિયાન અને પ્રસૂતિ પછી વાયુદોષને વૃદ્ધિ થતી હોય છે.  જે માંસધાતુને શિથિલ કરે છે.

શસ્ત્રક્રિયા – ઓપરેશન:
આધુનિક તબીબીશાસ્ત્રમાં ગર્ભાશય ભ્રંશનો એકમાત્ર ઉપાય શસ્ત્રક્રિયા છે. જ્યારે આયુર્વેદ વિજ્ઞાન આ સમસ્યાને ઓપરેશન વિના પણ મટાડી શકે છે.

ઉપચારક્રમ: Uterine Prolapse