Wednesday, 4 July 2018

ઈયોસિનોફિલીયા (Eosinophilia)... - Guj Health Guru



ઈયોસિનોફિલીયા (Eosinophilia)…

                                                                   

 વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડે…



હળદરને ગાયના ઘીમાં શેકવી. અડધી ચમચી આ હળદરને મધમાં મિક્સ કરીને ખાંસીના વેગ આવે ત્યારે ચટાડવાથી ઝડપથી રાહત થાય છે.

જ્યારે પ્રતિકૂળ તત્વો શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેનો વિરોધ કરે છે. શરીર આવા પ્રતિકૂળ તત્વને આત્મસાત કરવા તૈયાર થતું નથી. શરીર માટે આવાં તત્વો વિજાતીય હોય છે. એ તત્વોને બહાર હડસેલવા માટે શરીર ભારે મથામણ કરે છે. જોરદાર પ્રતિકાર કરે છે. ક્યારેક તો રીતસરનું યુદ્ધ શરૂ કરી દે છે. સ્વાસ્થ્યના દુશ્મનો પર શ્વેતકણો જોરદાર હુમલો કરે છે. જો આ સામનામાં ચેપના સૂક્ષ્મ જંતુઓ કે વિજાતીય તત્વોને નિષ્ક્રિય બનાવવામાં કે તેને ગળી જવામાં શ્વેતકણો સફળ થાય તો ચેપની અસર થતી નથી. પરંતુ આ યુદ્ધમાં શ્વેતકણો પરાજિત થાય તો વિજાતીય તત્વો શરીરમાં સાગમટે પ્રવેશે છે. અને તેમની વસતી બહોળા પ્રમાણમાં વધવા માંડે છે. અને જે તે વ્યક્તિ ચેપનો ભોગ બને છે.

ઈયોસિનોફિલ કોષો:

શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વને બહાર કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો – બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે.

ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ ઇયોસિનોફિલ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે.

કારણો :

ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જવાના કેટલાક કારણો છે, જેમ કે…

શરીર જ્યારે કેટલાક વિજાતીય તત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા – એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્યચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે.

પેટ – આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતાં હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે.

ફેફસાં – શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે.

એલર્જીક અર્ટિકેરીયા (શીળસ), ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે.

હાથીપગા માટે જવાબદાર ફાયલેરિયાનાં કૃમિઓ લોહીમાં પ્રવેશવાથી ઇયોસિનોફિલ્સ કોષોના પ્રમાણમાં ખૂબ વધારો થાય છે.

કેટલાક પ્રકારના કેન્સર, હોજકિન્સ ડિસીઝ (Hodgkin’s Disease) તરીકે ઓળખાતા લસિકા ગ્રંથિના કેન્સરમાં ઇયોસિનાફિલ્સ વધે છે.

No comments:

Post a Comment