Wednesday, 8 August 2018

હાડકા પોલા પડે છે? - Osteoporosis - Guj Health Guru



                            હાડકા પોલા પડે છે? – Osteoporosis


ઓસ્ટીઓપોરોસિસ-osteoporosis
આધુનિક સમયમાં શારીરિક શ્રમનું મહત્વ ધીમે-ધીમે ઘટવા માંડ્યું છે. પરિશ્રમના અભાવે જીવન કંઈ કેટલાય રોગો, મહારોગોને આમંત્રે છે. ઓસ્ટીઓપોરોસિસ આમાંની એક મહાસમસ્યા છે.

ઓસ્ટીઓપોરોસિસ એટલે હાડકાના બંધારણમાં વપરાતા કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા તત્વોનું ઓછું થઇ જવું. આ તત્વોની ઓછપને કારણે હાડકામાં કળતર થતી હોય એવું લાગે, એના કારણે ઊંઘ ના આવે, કમર, ડોક, સાંધાઓમાં દુઃખાવો થયા કરે. શરીર વાંકું વળી જાય, નખ તૂટવા માંડે, નખ વધતાં અટકી જાય, વાળ ખરવા માંડે, વાળનો વિકાસ અટકી જાય, દાંતમાં કળતર થાય. હાડકામાં ફ્રેકચર થવાની સંભાવના અનેક ગણી વધી જાય.

સામાન્ય રીતે આપણને એવું લાગતું હોય છે કે આપણા શરીરમાં રહેલાં હાડકા લોખંડ કે લાકડા જેવા કઠણ અને કડક હોવાને કારણે જડ હોય છે, પરંતુ એવું નથી. હકીકતમાં આપણા હાડકા જીવંત અને પ્રવૃત્ત હોય છે. સમગ્ર જીવન દરમ્યાન હાડકાનો વિકાસ-વિનિમય ચાલ્યા કરે છે. કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા હાડકાના બંધારણમાં વપરાતા તત્વોને હાડકા ગ્રહણ કરી અસ્થિતંત્રનું નવીનીકરણ કરે છે. ઉંમર વધતાં અસ્થિતંત્રમાં સંગ્રહાયેલા જૂના તત્વોનું વિસર્જન થવાનું ચાલુ રહે છે. પરંતુ શ્રમના અભાવે નવા તત્વો અસ્થિમાં ઉમેરાતા નથી. પરિણામે હાડકા તેની ઘનતા ધીમે ધીમે ગુમાવવા માંડે છે અને અસ્થિછિદ્રતા – ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દનું મંડાણ થાય છે.

osteoporosis પરીક્ષણ:
એક્સ-રે પરીક્ષણમાં નિતંબના હાડકાં ઘેરા – કાળા ધાબા રૂપે કે ચાળણી જેવા દેખાય છે. હવે તો બોન ડેન્સીટી ટેસ્ટ થાય છે. એને BMD test (Bone Mineral Density test) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મદદથી ઓસ્ટીઓપોરોસિસ થયો છે કે નહિ તે જાણી શકાય છે.

osteoporosis અંતઃસ્ત્રાવ:
કેલ્શિયમની ગ્રહણશક્તિ પર પુરુષોમાં ટેસ્ટેસ્ટેરોન અને સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સની અસર પ્રભાવક હોય છે. જો કે બીજા પરિબળો પણ આમાં કામ કરતાં હોય છે. મેનોપોઝ પછી સ્ત્રીઓમાં ઇસ્ટ્રોજન ઘટી જવાથી સ્ત્રીઓને આ રોગ થવાની શક્યતા વધી જાય છે.

આ ઉપરાંત, મોટી વયના અને જરૂર કરતાં વધુ વજન ધરાવતા અને શારીરિક શ્રમ ઓછો કરતાં લોકોને ટાઇપ-૨ (type-2) ડાયાબિટીઝ થવાના વધુ કિસ્સાઓ બને છે. ડાયાબિટીઝની તકલીફ ધરાવનારાઓને ઓસ્ટીઓપોરોસિસની તકલીફ થવાની સંભાવના રહેલી હોવાનું સર્વેક્ષણ અને અભ્યાસમાં પ્રસ્થાપિત થયેલું છે.

પ્રિવેન્શન:
ઓસ્ટીઓપોરોસિસની તકલીફથી બચવા માટે કેલ્શિયમ અને વિટામીન ડી વધુ મળે તેવો આહાર લેવો જરૂરી છે. લીલાં શાકભાજી જેમ કે પાલક, કોબીજ વગેરે. નારંગીમાં કેલ્શિયમ તથા વિટામીન ડી બંને હોવાથી એનું સેવન તમારી પ્રકૃતિ અને દોષ પ્રમાણે કરી શકાય. સૂકા મેવામાં અખરોટ અને જરદાલુમાં કેલ્શિયમ સારી માત્રામાં છે. લસણમાં કેલ્શિયમ પ્રચુર માત્રામાં છે. પણ તમારી પ્રકૃતિને અનુલક્ષીને યોગ્ય માત્રામાં એનો ઉપયોગ કરવો.

દૂધ અને દહીંમાં કેલ્શિયમ છે. દૂધ એ એવો ખોરાક છે જે દરેક જણને અનુકૂળ આવે. માટે, દૂધ ન પીનારાઓએ એમના રોજિંદા આહારમાં દૂધ લેવું જોઈએ. એમાં પણ ગાયનું દૂધ લેવાથી કોલેસ્ટ્રોલ વગેરેની સમસ્યાઓથી બચી શકાય.

કુમળા તડકામાં બેસવાથી વિટામીન ડી કુદરતી રીતે મળે છે.

ઓસ્ટીઓપોરોસિસની તકલીફ ન થાય તે માટે અને શરીરના સ્નાયુઓ યોગ્ય પ્રતિભાવ આપવાનું ચાલુ રાખે તે માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. રોજ નિયમિત ચાલવા અને પગથિયા ચઢવાની કસરત સારામાં સારી રીતે થઇ શકે છે.

સારવાર:
પંચતિક્ત ઘૃત – જેમને ઓસ્ટીઓપોરોસિસ દર્દનું નિદાન થઇ ચુક્યું હોય તેમણે કડવા રસવાળી ઔષધિઓ જેમ કે લીમડાના પાન, કડવા પરવળ, ગળો, અરડૂસી વગેરેને દૂધ કે ઘી સાથે પકાવીને લેવી જોઈએ.

અસ્થિધાતુની ઘનતા ઓછી થવાથી સર્જાયેલી સમસ્યામાં આચાર્ય વાગ્ભટ્ટ કહે છે કે ઉપર્યુક્ત ઔષધિઓથી ઊભી થયેલી ક્ષતિની પુરતી થાય છે.

રોજ સવારે ખાલી પેટે એક ચમચી પંચતિક્ત ઘૃત ગરમ દૂધ સાથે લેવું. ત્યારબાદ કલાક સુધી ખોરાક લેવો નહિ. તેનાથી ડાયાબિટીઝ પણ અંકુશમાં આવે છે. આનાથી હાડકાનો દુઃખાવો ઓછો થઇ જાય છે. સાથે લઘુ વસંતમાલતીની ગોળી તમારા નજીકના વૈદ્યરાજની સલાહથી લઇ શકાય. તેમાં કુદરતી સ્વરૂપમાં ઝિંક રહેલું છે. ઝિંકમાં હાડકામાં થતાં છિદ્રને ઓછા કરવાની ક્ષમતા ખૂબ છે.

આ યોગ લેનારાઓએ ખોરાકમાં વીસ ટકા જેટલો ઘટાડો કરવો જોઈએ.

સુવર્ણયોગ:
વાળ ખરવા, નખ તૂટી જવા, આખા શરીરમાં કળતર, ઊંઘ ન આવવી વગેરે ચિન્હો સાથેના આ ઓસ્ટીઓપોરોસિસ નામના દર્દને મટાડવા માટે સુવર્ણ ભસ્મયુક્ત વસંત કુસુમાકર રસ કે સુવર્ણ વસંત માલતી રસની એક-એક ગોળી સવારે અને સાંજે મધ સાથે લસોટીને લેવી. સુવર્ણ ભસ્મ જીવન વિનિમય પ્રક્રિયાની ક્ષમતામાં વધારો કરે છે. જેથી અસ્થિધાતુમાં કોઈ પણ પ્રકારની ઉણપ રહેતી નથી. અસ્થિધાતુની ઘનતા વધતાં વાળનો વિકાસ ઝડપી થાય છે. શરીર તંદુરસ્ત બને છે અને ઊંઘ પણ સારી આવે છે.

ચહેરા ની સુંદરતા વધારવાના ઉપાયો - Guj Health Guru


ચોમાસું ક્યાંક આસપાસ છે...” છીંકો અને શરદીના એટેક... - Guj Health Guru




Wednesday, 1 August 2018

Concentration Killers! - Guj Health Guru



                                         Concentration Killers!


Concentration
દોષી: સામાજિક/Social મીડિયા
કદાચ તો તમે એડીએચડી સાથે જીવી રહ્યા છો અથવા ફક્ત સમય-સમય પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છો, આજની દુનિયા એકાગ્રતા ના હત્યારાઓથી ભરેલી છે. મનોવૈજ્ઞાનિક લ્યુસી જો પલ્લડિનો, પીએચડી થોડી જુક્તિઓ આપે છે સોશિયલ મીડિયા સાથે શરૂ થતા, ધ્યાન વિચલન નું સંચાલન કરવા માટે . ઘણું સરળછે મિત્રો સાથે જોડાવાનું  – અને કાર્યમાંથી દૂર રહેવું – એક કલાક માં  ઘણી વખત. દરેક સ્ટેટસ અપડેટ્સ તમારા વિચારો ની ટ્રેન ને હચમચાવી દે છે, જ્યારે તમે કામ ફરી શરૂ કરો છો ત્યારે તે બેકટ્રેક કરે છે.

સામાજિક/Social મીડિયા નું સમાધાન
જ્યારે તમે કાર્ય કરી રહ્યા હો ત્યારે સોશિયલ મીડિયા સાઇટ્સમાં લૉગ ઇન કરવાનું ટાળો. જો તમને અવારનવાર ચેક કરવું જરૂરી લાગે છે, તો વિરામ દરમિયાન તે કરો, જ્યારે પોસ્ટ્સનો સ્થિર પ્રવાહ તમારી એકાગ્રતાને અવરોધશે નહીં. જો તમે વારંવાર લોગીંગનો પ્રતિકાર કરી શકતા ન હોવ તો તમારા લેપટોપ ને સ્થાન આપો જેથી તમે થોડા કલાકો માટે ઇન્ટરનેટ એક્સેસ નહીં મેળવી શકો.
દોષી: ઇ-મેઇલ ઓવરલોડ
ઇ-મેઇલ વિશે કંઈક છે – તે જેવો જ તમારા ઇનબૉક્સમાં આવે છે અને તમને તુરંત જ જવાબ આપવાની ઈચ્છા થાય છે. જો કે ઘણા ઇ-મેઇલ્સ કાર્ય સંબંધિત છે, તેમ છતાં તે  પણ તમારા વર્તમાન પ્રોજેક્ટ માટે વિક્ષેપક તરીકે જ ગણાય છે. તમે દરેક સંદેશને સતત જવાબ આપતા રેહશો તો તમે જે કામ કરી રહ્યા છો તે સમયસર નહીં પતાવી શકો.

ઇ-મેઇલ ઓવરલોડ નુ સમાધાન
સતત ઇ-મેઇલ તપાસવાને બદલે, તે હેતુ માટે વિશિષ્ટ સમયને અલગ કરો. બાકીના દિવસ દરમિયાન, તમે વાસ્તવમાં તમારા ઇ-મેઇલ પ્રોગ્રામને બંધ કરી શકો છો. આવું કરવા થી તમે બીજા કામ માટે પૂરતો સમય કાઢી શકશો.

દોષી: તમારો સેલ ફોન
સેલ ફોન ની રિંગટોન ઇ-મેઇલના પિંગ કરતાં પણ વધારે હાનિકારક છે. આ એક એવો અવાજ છે, જેની આપણા માથી થોડાક જ લોકો અવગણના કરી શકે છે. પરંતુ કૉલ પર વાત કરવાથી ફક્ત તમે જે સમય પસાર કરો છો તેનો ખર્ચ નથી થતો – પરંતુ તે તમારા કાર્ય ના વેગને અસર કરે છે.

સેલ ફોન નુ સમાધાન
કોલર આઇડી નો સદઉપયોગ કરો. જો તમને લાગતું હોય કે કૉલ તાત્કાલિક નથી, તો તેને વૉઇસમેઇલ પર જવા દો. જો તમે કોઈ ખાસ જરૂરી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છો, તો તમારા ફોનને સાઈલેન્ટ/silent કરી દો જેથી તમે જવાબ આપવા માટે લલચાવી ન શકો. વૉઇસમેઇલને તપાસવા માટે ચોક્કસ સમય પસંદ કરો. દરેક કોલને આવે ત્યારે લેવા કરતાં, તમારા બધા સંદેશા એક જ સમયે  સાંભળવા ઓછુ નુકસાનકારક છે.

Concentration Killers!
દોષી: મલ્ટીટાસ્કીંગ/Multi Tasking
જો તમે મલ્ટીટાસ્કીંગની કળામાં કુશળતા મેળવી લીધી હોય, તો તમને કદાચ લાગે છે કે તમે ઓછા સમયમાં વધુ કર્યું છે. ફરી વિચારો, નિષ્ણાતો કહે છે. સંશોધન સૂચવે છે કે જ્યારે પણ તમે તમારું ધ્યાન એક કાર્યથી બીજા તરફ ફેરવો છો ત્યારે સમય ગુમાવો છો. અંતિમ પરિણામ એ છે કે એક સાથે ત્રણ પ્રોજેક્ટ્સ કરવાનું સામાન્ય રીતે એક પછી એક પતાવવા કરતા વધુ સમય લે છે.

મલ્ટીટાસ્કીંગ નુ સમાધાન
જ્યારે પણ શક્ય હોય ત્યારે, એક સમયે એક પ્રોજેક્ટ પર તમારું ધ્યાન સમર્પિત કરો, ખાસ કરીને જો તમે મહત્વપૂર્ણ અથવા ઉચ્ચ પ્રાધાન્યતા વાળું કામ કરી રહ્યાં હોવ. તમારી મલ્ટિટાસ્કિંગ કુશળતાને એવા કામ માટે રાખો કે જે તાત્કાલિક અથવા માંગણી પૂર્ણ ન હોય -જેમકે ફોન પર વાત કરતી વખતે કદાચ તમારા ડેસ્કને વ્યવસ્થિત કરો તો કોઇ નુકસાન નહીં થાય.
Concentration Killers!
દોષી: કંટાળો
રોજ કરવા ના ઘણા કાર્યો બીજા કાર્યો કરતાં વધારે રસપ્રદ હોય છે.  જે કંટાળાજનક કાર્યો છે તે થોડાક જ સમય માં ધ્યાન બાહર થઈ જાય છે,જેથી તેવા કાર્યો તમને તેમાંથી બેધ્યાન કરવા માટે સંવેદનશીલ હોય છે. જો તમે અમુક કાર્ય કરતાં કંટાળ્યા છો તો તમારો ફોન, ઇન્ટરનેટ, તમારા કામ કરવાની જગ્યાની સાફ-સફાઈ એક સારો વિક્લપ  છે.

કંટાળાનુ સમાધાન
તમે તમારી સાથે એક સોદો કરો : જો તમે અમુક કાર્યને એક ચોક્કસ સમય સુધી કરો છો, તો તમને 10-મિનિટનો વિરામ મેળશે. તમારી જાતને કોફી, મનપસંદ નાસ્તા, અથવા બહાર ચાલવાની બક્ષિસ આપો. કંટાળાજનક કાર્યો પૂર્ણ કરવા સરળ થઈ જાય છે જ્યારે તમારી પાસે કંઈક ઉદ્દેશ્ય હોય છે. આ પણ એક બાબત છે જ્યાં મલ્ટીટાસ્કીંગ સારી રીતે કાર્ય કરી શકે છે. રસીદો ફાઇલ કરતી વખતે રેડિયોને સાંભળવા થી તમે કામ સમાપ્ત કરવા માટે લાંબા સમય સુધી બેસી શકશો.

દોષી: વિચલિત કરતાં વિચારો
તમારા માટે કોઈ પણ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું થઈ જાય છે, જ્યારે તમને બીજા વિચારો ચાલુ થઈ જાય છે. જેમકે જલ્દી કરવા નુ છે અથવા ઘરકામ પૂરું કરવાનું છે. અથવા તમે તમારી કાલે થયેલી વાર્તા-લાપ ના વિચારો માં અટકી ગયા છો અને તે તમને વારે વારે યાદ આવે છે. આવા કોઈ પણ જાત ના વિચલિત  વિચારો બેધ્યાન કરવા માં ખૂબ જ સક્ષમ છે.

વિચલિત કરતાં વિચારો નું સમાધાન
વિચલિત કરતાં વિચારો ને તમારા મગજમાં આવતા અટકાવવા નો એક રસ્તો છે, કે તેમને લખી લો. પછીથી પૂર્ણ કરવાના કાર્યો, ઘરકામ, અને અન્ય કાર્યોની સૂચિ બનાવો. અપ્રિય ચર્ચાઓ થી થતી નિરાશાને તમારી ડાયરી માં લખી ને બાહર કાઢી દો. એકવાર આ વિચારો કાગળ પર આવી જશે, પછી તમે તેમને અમુક સમય માટે ભૂલી જવા માટે સક્ષમ થઈ શકો છો.

દોષી: તણાવ/Stress
જ્યારે તમને લાગે કે તમારા મગજમાં એક સાથે બહુ વિચારો ચાલી રહ્યા છે, ત્યારે એક  કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ થઈ શકે છે. અધૂરા માં પૂરું તણાવ ની તમારા શરીર ઉપર ઘણી આડ અસર થાય છે. તમને ચુસ્ત ખભા, માથાનો દુઃખાવો, અથવા હૃદય ના ધબકારા વધી જવા ની તકલીફો થઈ શકે છે, જે બધા તમારી ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા ને ઓછી કરી શકે છે.

તણાવ/Stress નુ સમાધાન
તાણ ઘટાડવાની તકનીકો જાણો, જેમ કે યોગ. આ તમને તણાવપૂર્ણ વિચારોને કાબૂમાં રાખવામાં મદદ કરી શકે છે, જેથી તેઓ તમારું ખૂબ ધ્યાન ન લે. એક અભ્યાસમાં, સંશોધકોએ શોધી કાઢ્યુ છે કે જે લોકોએ આઠ સપ્તાહનો યોગનો અભ્યાસક્રમ કર્યો તેમના માં ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા સુધારી. જો તમને સ્થાનિક સ્તરે યોગ ક્લાસ ન મળે, તો ઑનલાઇન જુઓ.

દોષી: થાક/Fatigue
થાકના કારણે ધ્યાન કેન્દ્રિત કરવું અઘરું બની શકે છે, પછી ભલે તમારી પાસે થોડા વિક્ષેપો હોય. અભ્યાસો સૂચવે છે કે ખૂબ ઓછી ઊંઘ તમારા ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને યાદશક્તિ ને નબળી કરી દે છે.

થાક નુ સમાધાન
મોટાભાગના પુખ્તોને રાત્રે દીઠ 7-9 કલાક ઊંઘની જરૂર પડે છે. મધ્યરાત્રિ સુધી જાગવા કરતા, ઊંઘને ​પ્રાથમિકતા આપો.  આથી તમને દિવસ દરમિયાન વધુ કાર્ય પૂરા કરવામાં મદદ કરશે. સાથે સાથે, તમે દિવસના કયા સમયે સૌથી વધારે જાગૃત અનુભવો છો તેના પર ધ્યાન આપો. પછી તમને ખબર પડશે કે તમારે સૌથી વધારે કાર્યો ક્યારે સુનિશ્ચિત કરવા.

દોષી: ભૂખ/Hunger
મગજ ઈઁધન વિના ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, તેથી ભોજન છોડવાનું – ખાસ કરીને નાસ્તો – એક ટોચ એકાગ્રતા કિલર છે સંશોધન સૂચવે છે કે જયારે તમે વેહલી સવારે ઉઠીને નાસ્તો નથી કરતા ત્યારે યાદશક્તિ અને એકાગ્રતા પર તેની આડ અસર થાય છે.

ભૂખ નુ સમાધાન
ભૂખ ને દૂર રાખો અને તમારા મગજને સ્થિર ઈંધન આપતા રહો, નિમ્ન આદતો રાખી ને :

● હંમેશા નાસ્તો કરો
● ઉચ્ચ પ્રોટીન ધરાવતો નાસ્તો કરો (ચીઝ, નટ્સ)
● સરળ કાર્બસ છોડો (મીઠાઈ, સફેદ પાસ્તા)
● જટિલ કાર્બસ  પસંદ કરો (આખું અનાજ)
દોષી: હતાશા/Depression
મોટાભાગના લોકો વિચારે છે કે ઉદાસી હતાશા નુ મુખ્ય કારણ છે. પરંતુ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ મેન્ટલ હેલ્થ કહે છે કે ધ્યાન કેન્દ્રિત કરવા માં તકલીફ એ સૌથી મુખ્ય લક્ષણ છે. જો તમને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી આવી રહી છે, અને તમને ખાલી, નિરાશાજનક અથવા ઉદાસીન લાગે છે, તો તમે હતાશા અનુભવી રહ્યા છો.

હતાશા નુ સમાધાન
જો તમને લાગે કે તમને ડિપ્રેશન થઈ શકે છે, તો પ્રથમ પગલું એ ડૉક્ટર અથવા સલાહકાર સાથે વાત કરવાનુ છે. હતાશા નો ખૂબ જ સારી રીતે ઉપચાર થઈ શકે છે. ઘણા અભ્યાસોએ એન્ટીડિપ્રેસન્ટ દવાઓની અસરકારકતા અને ચોક્કસ પ્રકારની ચર્ચા ને ઉપચાર બતાવ્યા છે.

Wednesday, 25 July 2018

બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન - Guj Health Guru



           બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન


બાળકો અને કાનના infection માટે માર્ગદર્શન વાંચવું- આવશ્યક છે.
ડોકટર, મને લાગે છે કે મારા બાળકને કાનનો ચેપ(ear Infection) છે!” હું દરરોજ મારી પ્રેક્ટિસમાં આ સાંભળું છું, કારણ કે કાનનો ચેપ એ  પીડાદાયક છે, હું એ મારો પુષ્કળ સમય એ સમજાવામાં ખર્ચ કર્યો છે કે તેમને રોકવા માટે શું કરી શકાય છે.
શું કામ કાનનો ચેપ(ear Infection) શિશુઓમાં સામાન્ય છે?
ચાલો મધ્ય કાન(Middle Ear)ની અંદર એ જોવા માટે કે કેવી રીતે જંતુઓ અને કાનના સૂક્ષ્મ ભાગો વારંવાર આવા સંપર્ક કરે છે. કેનાલ જેને ઇસ્ટાચિયન ટ્યુબ(eustachian tube) તરીકે ઓળખાય છે જે ગળાના પાછળના ભાગને  મધ્ય કાન સાથે જોડે છે અને દબાણને સરખુ કરવા માટે મદદ કરે છે.ગળા સાથે નાક નો અમુક ભાગ પણ ભેજ્વાળો હોવાથી બૅક્ટીરિયા ને વિકસવા માટે મદદરુપબને છે.પરંતુ શિશુની ઇસ્ટાચિયન ટ્યુબ (eustachian tube)ટુંકી, પહોળી અને આડી હોવાથી, ગળા અને નાકના  સ્ત્રાવમાં –આશ્રય લીધેલા જંતુઓ – ખુબ આસાનીથી મુસાફરી કરી શકે છે. પોલાણમાં રહેલુ પ્રવાહી (જેમ કે મધ્ય કાન) જંતુઓના વિકાસનું માધ્યમ બને છે, તેથી વારંવાર નાનાં બાળકોમાં કાનનો ચેપ (ear Infection)જોવા મળે છે.
કેમ કાનના ચેપ(Ear Infection) ને યોગ્ય રીતે સારવાર કરાવવું મહત્વનું છે?
તમારા બાળકનું સાંભળવું કાનના પડદાનું યોગ્ય સ્પંદન અને મધ્યમના માળખાં પર આધાર રાખે છે. વારંવાર ચેપથી કાનના પડદાને નુકશાન થઇ શકે છે, જયારે પુનરાવર્તિત પ્રવાહી સંચયથી સ્પંદનો ભાંગી જાય છે, જે સાંભળવામાં દખલ કરી શકે છે. એટલા માટે કાનના ચેપને ગંભીરતાથી લેવું અનિવાર્ય છે, ખાસ કરીને જ્યારે તમારું બાળક વાત કરતા શીખતું  હોય. સામયિક સાંભળવાના નુકશાનથી બોલવામાં વિલંબ અથવા ભાષાની સમસ્યાઓ પણ થઇ શકે છે જે પાછળથી તેની શાળા કાર્યને અસર કરી શકે છે.
કાનના ચેપ (Ear Infection)ને કેવી રીતે ઓળખી શકાય?
 નીચેના સંકેતો/signals એ બાળકો નો કહેવાનોભાવાર્થ છે કે, “મારા કાનમાં કેટલીક પીડાદાયક વસ્તુઓ ચાલી રહી છે. કૃપા કરીને મને ડોક્ટર પાસે લઇ જાવ!” જલ્દી સારવારથી વધુ સારું પરિણામ મળશે, જો તમારા શિશુને કાનનો ચેપ છે,તો તેની અનન્ય “sore-ear language” વાંચતા શીખો.આ પ્રકારના ચેપ મા તાવ આવતો નથી .

બાળકોમાં  સામાન્ય રીતે શરદી પછી મધ્ય કાન(ear Infection)નો ચેપ થાય છે,તેથી નાકમાંથી શું બહાર આવે છે તે વારંવાર દર્શાવે છે કે કાનમાં શું ચાલી રહ્યું છે. સામાન્ય દર્શ્યમાં શિશુના નાકમાંથી પાણી જેવુ પ્રવાહી આવે છે, પરંતુ તે બીમાર નથી- થોડા દિવસો પછી જયારે તે ગંભીર બને છે અને સ્ત્રાવ વધારે પીળું અથવા લીલું અને ચિકનુ બને છે.

જો શિશુ વારંવાર રાતે ઉઠી જાય છે અને પીડામાં હોય એમ લાગે, ખાસ કરી ને ખરાબ થતી શરદી સાથે, જે લાલ સંકેત પણ છે. જયારે ચેપી પ્રવાહી કાનના પડદા પર દબાણ નાખે છે ત્યારે તેને સમતલ ઉઘવું કે સુવું ન પણ હોય.

દબાણ ને ઓછુ કરવા,તેને એવી અવસ્થામાં રાખો કે દુઃખતો કાન ઉપરની તરફ હોય.

તબીબી  પ્રેક્ટિસમાં આ નિયમ છે કે જયારે કોઈ માં-બાપ  કહે કે તેમનું શિશુને શરદી અને આંખમાંથી પાણી નીકળે છે, તો હમે તેમને એજ દિવસએ તપાસી લઇએ છે.

પ્રારંભિક મહિનાઓમાં, આંખમાંથી પાણી નીકળવું એ સામાન્ય રીતે ભરાયેલા અશ્રુ નળીનું સંકેત છે, પણ જયારે એ શરદી સાથે હોય, ખાસ કરીંને મોટા શિશુઓમાં, તો એનો અર્થ છે કે સામાન્ય રીતે અંતર્ગત સાઈનસ અને/ અથવા કાનનો ચેપ છે.



જો મને કાનનો ચેપ લાગે તો શું મારે હંમેશા મારા શિશુને ડોક્ટર પાસે લઇ જવું?
 તમારા ડૉક્ટરને યોગ્ય “ડ્રગ એન્ડ બગ” મેળ  બનાવવા માટે કાનના પડદા અને શ્વસન માર્ગ બંનેનું પરીક્ષણ કરવાની જરૂર છે. સૌથી હળવાથી મધ્યમ કાનના ચેપને સંપૂર્ણપણે એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કર્યા વગર મટાડવા માટે બાળરોગની અમેરિકન એકેડમીએ ” વૉચ એન્ડ વેટ” અભિગમની ભલામણ કરી છે. “વૉચ” એટલે તમારા બાળકને સંકેતો માટે નિહાળવું કે શું તે બીમાર થઇ રહી છે. “વેટ” એટલે ડોક્ટર તરત જ તેના માટે એન્ટિબાયોટિક્સ નહિ લખી આપે, ભલે તે મધ્ય કાનની પાછળ પ્રવાહી હોય, સિવાય કે તે બે કે ત્રણ દિવસમાં પોતાની મેળે સુધારો કરવામાં નિષ્ફળ જાય.

 કાનના ચેપ(Ear Infection)ને  કેવી રીતે અટકાવવી શકાય?
સ્તનપાન/breast feeding માંનું દૂધ વધારે કુદરતી રોગ-પ્રતિરક્ષા/Immunity પ્રદાન કરે છે.
સીધી બોટલ રાખીને– ફીડ કરો :  સીધી સ્થિતિ (ઓછામાં ઓછા 30 ડિગ્રી) માં બાળકને ફીડ કરો અને ઓછામાં ઓછા 30 મિનિટ પછી તેને સીધા રાખો.
એલર્જનને દુર રાખો: Irritantsથી મધ્ય કાનમાં પ્રવાહી બની શકે છે. જયારે શિશુ ઊંઘતું હોય ત્યારે બનાવટી અને વાસ્તવિક પ્રાણીઓ અને અન્ય અસ્પષ્ટ વસ્તુઓને દુર રાખો. શિશુની આસપાસ સંપૂર્ણપણે કોઈ ધુમપ્રાન નહિ!
પેસીફાયરને પસાર કરો: અભ્યાસો પેસીફાયર ના ઉપયોગની આવૃત્તિ અને કાનના ચેપની વચ્ચેના સંબંધ દર્શાવે છે. રાતે જયારે શિશુ સુઈ જાય ત્યારે પેસીફાયરના ઉપયોગ ને સીમિત કરી દો, ખાસ કરીને એક વાર તે ૬ મહિના અથવા તેથી વધુ ઉમરની થાય.
રોગ-પ્રતિરક્ષા/Immunityને વધારો: ફળો, શાકભાજી અને સીફૂડથી બાળકોમાં વિકાસ થતી રોગ-પ્રતિરક્ષા તંત્રને સુધારે છે એ દર્શાવવામાં આવ્યું છે
તેનો વિકાસ થશે : સારા સમાચાર છે કે જેમ તમારું બાળક મોટું થશે, તેમ ઇસ્ટાચિયન ટ્યુબ વધુ લાંબી અને સાંકડી થશે, અને વધુ ચોક્કસપણે ત્રાંસી થશે, જેનાથી જંતુઓ અને મધ્ય કાનમાં પ્રવાહીને એકત્રિત થવા માટે વધુ મુશ્કેલ બનાવે છે. તે જ સમયે, એનું Immunity  પુખ્ત/strong બને છે જેનાથી વિચિત્ર ear infectionને ઘટાડે છે.

Wednesday, 18 July 2018

સંધિવા(Gout) એટલે શું? - Guj Health Guru



                                                              સંધિવા(Gout) એટલે શું?
સંધિવા એટલે શું? What is Gout?
સંધિવા(Gout) એ વા નો પ્રકાર છે જે સાંધામાં યુરિક એસિડના સ્ફટિકો બનવાથી થાય છે. પ્યોરીન જે આપણા આહાર નો ભાગ છે એનું  વિરામ ઉત્પાદન  યુરિક એસિડ છે. યુરિક એસિડ અને સાંધામાં સંયોજનોનું સ્ફટિકીકરણની સંભાળ માં અસાધારણતા ના કારણે પીડાદાયક વા નો હુમલો, કિડનીના પત્થરો, અને કિડનીની ફિલ્ટરિંગ નળીઓમાં યુરિક એસિડ સ્ફટિકો સાથે અવરોધો, જે આખરે કિડની ફેલ્યર તરફ લઇ જાય છે.સંધિવાની ખાસ વિશિષ્ટતા એ છે કે તે તબીબી માંદગીના ઇતિહાસમાં સૌથી વધારે નોંધાયેલી બીમારીઓ પૈકી એક છે.

સંધિવા ના લક્ષણો
અસરગ્રસ્ત સાંધા માં ઝડપી હુમલા ની પીડા, ગરમી, સોજો, લાલ રંગ ની વિકૃતિકરણ અને માર્મિકતાના  દ્વારા તીવ્ર સંધિવા હુમલા ની લાક્ષણિકતા દર્શાવે છે. હુમલા માટે સૌથી સામાન્ય જગ્યા મોટો અંગુઠો ના નીચેનો ભાગ છે .અન્ય સાંધા જેને અસર થઈ શકે છે તેમાં પગથિયા, ઘૂંટણ, કાંડા, આંગળીઓ અને કોણીનો સમાવેશ થાય છે. અમુક લોગોમાં પીડા એટલી વધારે હોય છે કે જો એમના અંગુઠા ને ચાદર પણ અડી જાય તો પીડા એકદમ તીવ્ર બની જાય છે. દવા સાથે કે દવા વગર હુમલા ની આ પીડા ધીમે ધીમે કલાકો અથવા દિવસોમાં ઓછી થઇ જાય છે. બહુ ઓછા કિસ્સાઓમાં, હુમલા અઠવાડિયા માટે રહે છે. સંધિવાવાળા મોટા ભાગના લોગો વર્ષો સુધી આ બધુ અનુભવ કરશે.

Gout ના જોખમી પરિબળો
સંધિવા માટે સ્થૂળતા, અતિશય વજન, ખાસ કરીને યુવાનોમાં, મધ્યમથી લઈને વધારે આલ્કોહોલ લેવો, હાઈ બ્લડ પ્રેશર, અને અસામાન્ય કિડની કાર્ય જેવા પરિબળો  જવાબદાર છે.અમુક દવાઓ અને બીમારીઓ કારણે યુરિક એસિડ નું સ્તર વધી શકે છે. સંધિવા થી પીડાતા દર્દીઓ માં અસાધારણ રીતે થાઇરોઇડ હોર્મોન (હાયપોથાઇરોડિઝમ) નું સ્તર નીચે જવાની શક્યતા વધી જાય છે.

સંધિવા/ Gout નું નિદાન- Diagnosis
જ્યારે દર્દી પીડાદાયક વા ના વારંવારના હુમલાનો ઇતિહાસ દર્શાવે છે, ખાસ કરીને અંગૂઠાના તળિયે અથવા પગ ની ઘૂટી અને ઘૂંટણમાં ત્યારે સંધિવા થયું છે એમ માનવામાં આવે છે. સાંધા મહાપ્રાણ દ્વારા મેળવવામાં આવેલા સાંધા પ્રવાહી(synovial Fluid)માં યુરિક એસિડ સ્ફટિકોનું નિદાન એ સંધિવા માટેનું સૌથી વિશ્વસનીય પરીક્ષણ છે. આ સામાન્ય  પ્રક્રિયા સ્થાનિક નિશ્ચેત(local anesthesia) ના સાથે કરવામાં આવે છે. જંતુરહિત તકનીકનો ઉપયોગ કરીને, સાંધાના સોજા માંથી સિરીંજ અને નીડલ દ્વારા પ્રવાહી (એસ્પિરેટેડ) લેવામાં આવે છે.
એકવાર સાંધાનું પ્રવાહી મળી જાય, તો યુરિક એસિડ સ્ફટિકો અને ચેપ માટે વિશ્લેષણ કરવામાં આવે છે.  તમારા ડૉક્ટર રક્તમાં યુરિક એસિડની માત્રા માપવા માટે રક્ત પરીક્ષણ(blood test) પણ કરી શકે છે.
સંધિવા ના હુમલા- Gout Attacks કેવી રીતે અટકાવવા?
પર્યાપ્ત પ્રવાહી લેવાથી તીવ્ર સંધિવા ના હુમલાને રોકવામાં મદદ મળે છે અને સંધિવાવાળા  લોકોમાં કિડની પથ્થરની રચનાનું જોખમ ઘટાડે છે. આલ્કોહોલ માં  મૂત્રવર્ધક પદાર્થ અસરો  હોવાનું કહેવાય છે જે નિર્જલીકરણમાં ફાળો આપી શકે છે અને તીવ્ર સંધિવાના હુમલાને અવક્ષય કરી શકે છે. આલ્કોહોલ યુરિક એસીડના ચયાપચય ને  અસર કરે છે અને હાયપરયુરીકેમિઆ નું કારણ બને છે. તે કિડનીમાંથી યુરીક એસીડના વિસર્જનને ઘટાડીને અને નિર્જલીકરણ નું કારણ બને છે, જે સાંધામાં સ્ફટિકો નું ઉપદ્રવ કરે છે.
આહારમાં બદલાવ રક્તમાં યુરિક એસિડ ના સ્તરને ઘટાડવામાં મદદ કરશે. પ્યુરીન યુક્ત આહારને ટાળવો જોઈએ કારણ કે પ્યુરીન કેમિકલ્સ શરીરમાં યુરિક એસિડમાં રૂપાંતરિત થાય છે. શેલફિશ અને અંગ માંસ જેમ કે યકૃત, મગજ અને કિડની પ્યુરિન યુક્ત  આહારમાં સમાવેશ થાય છે. સંશોધકોએ નોંધ્યું છે કે માંસ અથવા સીફૂડના વપરાશમાં સંધિવા હુમલાનું જોખમ વધારે  છે, જ્યારે ડેરી વપરાશ આ જોખમને ઘટાડતું હોય એમ લાગે છે. વજન ઓછો કરવાથી સંધિવા ના વારંવાર હુમલાઓના જોખમને ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.
સંધિવાની સારવાર દવાઓ સાથે
કેટલીક બળતરા વિરોધી દવાઓ (આઇબુપ્રોફેન અને અન્ય), કોલ્ચેસીન, અને કોર્ટીકોસ્ટેરોઈડ્સ સંધિવા ના હુમલા અને બળતરા ઘટાડે છે.
અન્ય દવાઓ રક્તમાં યુરિક એસીડના સ્તરમાં ઘટાડો કરે છે અને સાંધાઓ  (સંધિવા વા ), કિડની (પત્થરો) અને પેશીઓ (ટોફી) માં યુરીક એસીડની જમા થતા અટકાવે છે,અને વધુ હુમલા અને ગૂંચવણો અટકાવવા માટે મદદ કરે છે.
આ દવાઓમાં એલોપોરીનોલ, ફેબક્સોસ્ટેટ, લેસિનરાડ અને પ્રોબેનેસીડેશનનો સમાવેશ થાય છે.
Research on Gout/ સંધિવા
સંધિવા અને હાયપરયુરીસીમિયા સંબંધિત વિવિધ ક્ષેત્રોમાં સક્રિય સંશોધન ચાલુ છે.
વૈજ્ઞાનિકોએ શોધ્યું છે કે ઉચ્ચ પશુ પ્રોટીન- Animal Proteinથી સંધિવા જોખમમાં વધારો થયો છે. નવી દવાઓ વિકસાવવામાં આવી રહી છે જે ગંભીર સંધિવાવાળા દર્દીઓમાં ઉચ્ચ યુરિક એસીડના સ્તરોના ઉપચારમાં વધુ સર્વતોમુખી અને સુરક્ષિત હોઈ શકે છે.

Wednesday, 4 July 2018

ઈયોસિનોફિલીયા (Eosinophilia)... - Guj Health Guru



ઈયોસિનોફિલીયા (Eosinophilia)…

                                                                   

 વારંવાર ખાંસી, શ્વાસ ચડવો, ખૂબ અશક્તિ લાગવી, વજન ઘટવા માંડે…



હળદરને ગાયના ઘીમાં શેકવી. અડધી ચમચી આ હળદરને મધમાં મિક્સ કરીને ખાંસીના વેગ આવે ત્યારે ચટાડવાથી ઝડપથી રાહત થાય છે.

જ્યારે પ્રતિકૂળ તત્વો શરીરમાં દાખલ થાય ત્યારે શરીર તેનો વિરોધ કરે છે. શરીર આવા પ્રતિકૂળ તત્વને આત્મસાત કરવા તૈયાર થતું નથી. શરીર માટે આવાં તત્વો વિજાતીય હોય છે. એ તત્વોને બહાર હડસેલવા માટે શરીર ભારે મથામણ કરે છે. જોરદાર પ્રતિકાર કરે છે. ક્યારેક તો રીતસરનું યુદ્ધ શરૂ કરી દે છે. સ્વાસ્થ્યના દુશ્મનો પર શ્વેતકણો જોરદાર હુમલો કરે છે. જો આ સામનામાં ચેપના સૂક્ષ્મ જંતુઓ કે વિજાતીય તત્વોને નિષ્ક્રિય બનાવવામાં કે તેને ગળી જવામાં શ્વેતકણો સફળ થાય તો ચેપની અસર થતી નથી. પરંતુ આ યુદ્ધમાં શ્વેતકણો પરાજિત થાય તો વિજાતીય તત્વો શરીરમાં સાગમટે પ્રવેશે છે. અને તેમની વસતી બહોળા પ્રમાણમાં વધવા માંડે છે. અને જે તે વ્યક્તિ ચેપનો ભોગ બને છે.

ઈયોસિનોફિલ કોષો:

શરીરમાં પ્રવેશેલાં પ્રતિકૂળ તત્વને બહાર કાઢવાની પ્રક્રિયારૂપે લોહીમાં રહેલાં ત્રણ પ્રકારનાં શ્વેતકણો – બેઝોફિલ, ન્યુટ્રોફિલ અને ઇયોસિનોફિલ કાર્યરત થાય છે.

ઇયોસિનોફિલ લોહીમાંનાં શ્વેતકણોના પ્રમાણના ત્રણ-ચાર ટકા જેટલું હોય છે. પરંતુ ક્યારેક આ ઇયોસિનોફિલ કાઉન્ટ સાત-આઠ-દસ ટકા કે એથી પણ ઘણું વધી જાય છે.

કારણો :

ઇયોસિનોફિલનું પ્રમાણ વધી જવાના કેટલાક કારણો છે, જેમ કે…

શરીર જ્યારે કેટલાક વિજાતીય તત્વોને આત્મસાત નથી કરતું ત્યારે પેદા થતી પ્રતિક્રિયા – એલર્જીને કારણે ઈયોસિનોફિલ્સ કોષો વધે છે. જેમાં શ્વાસ લેતી વખતે પ્રવેશતાં ધૂળ-ધૂમાડાનાં સૂક્ષ્મકણો, ફૂલોની સુગંધ, ખોરાકમાં આવતી પ્રોટીનયુક્ત ખાદ્યચીજો કે માફક ન આવતાં હોય તેવાં ઔષધો એલર્જી માટે જવાબદાર હોઈ શકે છે.

પેટ – આંતરડામાં વિવિધ પ્રકારના કરમિયા થતાં હોય, તો ઈયોસિનોફિલ્સ શ્વેતકણોનું પ્રમાણ વધે છે.

ફેફસાં – શ્વાસનળી પર ચેપ કે એલર્જીની અસર થાય તો પણ ઇયોસિનોફિલ્સની સંખ્યા વધે છે.

એલર્જીક અર્ટિકેરીયા (શીળસ), ખરજવું કે ચામડીનાં કેટલાક દર્દોમાં ઇયોસિનોફિલ્સનું પ્રમાણ વધે છે.

હાથીપગા માટે જવાબદાર ફાયલેરિયાનાં કૃમિઓ લોહીમાં પ્રવેશવાથી ઇયોસિનોફિલ્સ કોષોના પ્રમાણમાં ખૂબ વધારો થાય છે.

કેટલાક પ્રકારના કેન્સર, હોજકિન્સ ડિસીઝ (Hodgkin’s Disease) તરીકે ઓળખાતા લસિકા ગ્રંથિના કેન્સરમાં ઇયોસિનાફિલ્સ વધે છે.

Wednesday, 27 June 2018

કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ? - Guj Health Guru



                                કબજીયાત(Constipation) ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?

કબજીયાત Constipationના  લક્ષણો કયા કયા છે?
કબજીયાત Constipationની વ્યાખ્યા તબીબી ભાષમા કઈ છે?
કબજીયાતConstipation ની તકલીફ ની દૂર કરવા શુ કરવુ જોઇઍ?
કબજીયાત ઍટલે નૉર્મલ કરતા ઝાડા નુ ઓછુ થવુ કે પછી તે કઠણ થવો. ઘણા લોકો ને દિવસ મા ૨ થી ૩ વાર જવાની આદત હોય ચેછે તો કેટલાક લોકો ૨થી ૩ દિવસ મા ઍક વખત જતા હોય છે.
સામાન્ય રીતે ૩ દિવસ મા ના જવાય ઍ આરોગ્ય ની દ્રષ્ટિ ઍ યોગ્ય નથી. કારણકે પછી ઝાડો કઠણ થતા અન્ય તકલીફો થવાની સંભાવના રહેલી હોય છે.
કબજીયાત Constipationના લક્ષણો શુ છે?
૧. પેટ મા દુખાવો થવો
૨. ખૂબ ઓછી માત્રા મા ઝાડો પસાર થાય
૩. ૩ થી ૪ દિવસ મા માંડ ઍક્વાર જવાય
૪. ઘણી વાર ઉલ્ટી પણ થાય
૫. ઝાડા મા લોહી ના ટીપા દેખાય
કબજીયાતConstipation થવા પાછળ ના કારણો જોઇઍ
૧. વધુ પડતી કેલ્ષીયમ યુક્ત દવાઓ લેવી
૨. બેઠાડુ જીવન
૩. રેશયુક્ત ખોરાક ના લેવો
૪. વધુ પડતી ઝાડા થાય ઍવી દવાઓ લેવી
૫. ગર્ભવસ્થા
૬. વધુ પડતુ જમવૂ કે બિલકુલ ઓછુ જમવૂ
૭. પાણી ઓછુ પીવુ
૮. રોજીંદા આહાર મા ફેરફાર થવો
૯. અમુક પ્રકારની દવાઓ જેવી કે આઇરન પિલ્સ, દુખાવાની દવાઓ ડિપ્રેશન માટેની દવાઓ
૧૦. માનસિક તણાવ
૧૧. IBS – irritable bowel syndrome
૧૨. ચેતતન્ત્ર ની કોઈ તકલીફ
૧૩. કેન્સર
કબજીયાત Constipation નીવારવા માટે શુ કરી શકાય?
૧. સવારે ઉઠીને ગરમ નવ્શેકુ પાણી પીવુ
૨. ખોરાક મા ફળો અને શાકભાજી નુ પ્રમાણ વધારવુ
૩. દિવસ દરમિયાન ગરમ પ્રવાહી વધુ લેવા.
૪. ત્રિફલા પૉવડર ડોક્ટર ની સલાહ મુજબ લઈ શકાય.
૫. ગરમ દૂધ મા થોડુ ગાયનુ ઘી લઈ શકાય
ડોક્ટર નો સંપર્ક ક્યારે કરવો?
૧. પેટ મા અતીશય દુખાવો થાય અને રહેવાય નહી
૨. બધા જ પ્રયત્નો કરવા છતા પણ કબજીયાત રહેતી હોય.
૩. સાવ જ ઝાડો પસાર ના થાય
૪. ખૂબ વજન મા ઘટાડો થાય
૫. લોહી પડે

Saturday, 23 June 2018

“ચોમાસું ક્યાંક આસપાસ છે...” છીંકો અને શરદીના એટેક... - Guj Health Guru




“ચોમાસું ક્યાંક આસપાસ છે…” છીંકો અને શરદીના એટેક…

Monsoon in Gujarati
વહેમી માનસમાં શુકન – અપશુકનના સરવાળા – બાદબાકી કરાવતી છીંકો વિષેનું વિજ્ઞાન સમજવા જેવું છે.  રોજની ચાલીસ – પચાસ છીંકો આવતીહોય તેવી વર્ષો જૂની શરદી મટાડવા નો આયુર્વેદિક ઉપચાર…
હાક… છીં… હાક… છીં…
એક, બે, ચાર, દસ, બાર છીંકો આવતા ગોપાલભાઈની પત્ની છાયાબેન બારીની બહાર જોવા લાગ્યા. અને બોલી ઉઠ્યા, ‘અરે… આજે તો આટલોતડકો છે અને છતાં તમને છીંકો ચાલુ થઈ ગઈ?’
છીંકોથી પરેશાન ગોપાલભાઈ હસી પડ્યાં. હસતા હસતા બોલ્યા, ‘ચોમાસું ક્યાંક આસપાસ છે…’
અને કલાકમાં તો પવન સાથે વાદળો ખેંચાઈ આવ્યા. આમ ગોપાલભાઈની જેમ વરસાદના એંધાણ ઘણા માણસોને અચાનક શરૂ થઈ ગયેલી છીંકો પરથી વર્તાઈ જાય છે.
Monsoon in Gujarati
છીંક વિષેનું વિજ્ઞાન:
બહારની હવા સાથે પ્રદૂષિત ધુમાડો, ધૂળના રજકણો, સુગંધિત પદાર્થો શ્વાસ દ્વારા નાકની અંદર જાય છે ત્યારે તેમાંના ઉત્તેજક વિજાતીય તત્વોસામાન્ય રીતે નાકની આગળના ભાગમાં આવેલા વાળ અને ચીકાશયુક્ત સ્તરમાં ચીટકી જાય છે. ઉપર્યુક્ત બાહરી તત્વોમાં મહદંશે પાર્થિવ તત્વોરહેલાં હોય છે કે જેને શરીર એ જ સ્વરૂપમાં સ્વીકારતું નથી. સુગંધ પણ પૃથ્વી મહાભૂતનો જ એક સૂક્ષ્મ અંશ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ પાર્થિવ અંશોએટલા હળવા હોય છે કે તેઓ હવા ઉપર આસાનીથી તરી શકે છે અને વાયુ સાથે સંમિશ્રિત થઈને એક હળવું વાદળ રચે છે. આ વાદળ જ્યાં જ્યાંગતિ કરે, પ્રસરે ત્યાં ત્યાં સુગંધ મહેકી ઉઠે છે. સામાન્ય રીતે આ પાર્થિવ અંશોને નાકમાંનું ચીકણું સ્તર આકર્ષી લે છે. અને તેને આગળ વધવા દેતુંનથી. પરંતુ જ્યારે વાયુદોષ તેના રુક્ષગુણથી નાકની આગળના ભાગમાં આવેલા ચીકાશયુક્ત સ્તરને સૂકું (dry) કરી દે ત્યારે હવામાં રહેલા ઉત્તેજકવિજાતીય તત્વો નાકના માર્ગે આગળ વધે છે અને સીધા પહોંચી જાય છે શ્રુંગાટક મર્મ પાસે.
મર્મ:
મર્મ એટલે શરીરનો એવો ભાગ કે જ્યાં થોડી પણ ઇજા મૃત્યુનું કારણ બની શકે છે. અથવા તો એ ભાગના અવયવોનો કર્મક્ષય થાય છે. શ્રુંગાટક મર્મનેઆ બાહરી તત્વનો સ્પર્શ થતાં જ ત્યાંના સંવેદન કેન્દ્રો છંછેડાઈ જાય છે, જેને કારણે તીવ્ર ગતિથી વાયુનો જબરજસ્ત ધક્કો અવાજ સાથે બહારની તરફફેંકાય છે, જેને આપણે છીંક કહીએ છીએ. ઘણીવાર છીંકો સાથે નાક દ્વારા ચીકણું પ્રવાહી છૂટવા માંડે છે. તેનો હેતુ પણ આ જ છે.
કાયમી શરદી:
નવી કે કાયમી જૂની શરદીના ઘણા દર્દીઓને પુષ્કળ છીંકો આવતી હોય છે. સવારે નહાઇને બાથરૂમની બહાર નીકળ્યા પછી કે સાંજના સમયે પચાસ – સાંઠ છીંકોનું ટાઈમટેબલ રોજિંદા ક્રમમાં ગોઠવાય જતું હોય છે. ગળાની હાંસડીના ઉપરના ભાગમાં આવેલી નાક, કાન, આંખ વગેરે ઇન્દ્રિયોનાઅગ્રભાગે, શ્રુંગાટક મર્મ પાસે ખુલતાં હોય છે. આ અગ્રભાગો પર જયારે કફનું આવરણ થાય ત્યારે એ કફના અવરોધને દૂર કરવા માટે વાયુ પ્રકુપિતથઈને બળપૂર્વક તેને છીંકો દ્વારા હટાવવાનો પ્રયત્ન કરે છે. જ્યાં સુધી એ અવરોધ દૂર ન થાય ત્યાં સુધી ઉપરા-ઉપરી છીંકો આવે છે.
Monsoon in Gujarati