Saturday, 3 March 2018

વજન ઉતારવા (Weight Loss)માટેની ૧૨ ટીપ્સ - Guj Health Guru



 વજન ઉતારવા (Weight Loss)માટેની ૧૨ ટીપ્સ

વજન ઉતારવા (Weight Loss) માટેની ૧૨ ટીપ્સ :
 ૧. બ્લૅક કોફી પીવી –
                      કોફી મા  ખૂબ વધુ માત્રા મા ઍંટી ઑક્સિડેંટ્સ રહેલા છે અને ન્યૂટ્રીશન ની રીતે ખૂબ અસરકારક પૂરવાર થયેલુ છે. તેચરબી ને ૧૦ થી ૨૯ % ઘટાડવામા મદદ કરે છે અને મેટબૉલિજ઼મ ને  ૩-૧૧% જેટલુ બૂસ્ટ કરે છે.

૨. ગ્રીન ટી પીવી-
                      ગ્રીન ટીમા પણ ખૂબ વધારે માત્રા મા ઍંટી ઑક્સિડેંટ્સ રહેલા છે , તેમા થોડી માત્રા મા કેફીન રહેલુ છે પરંતુ તેમા કેતેચિન નામ નુ તત્વ રહેલુ છે જે વજન ઉતારવામા મદદ કરે છે.
૩. પ્રોટીન વધુ માત્રા મા લેવુ.-
                      ઍક પ્રકાર ના થયેલા રીસર્ચ પ્રમાણે, જો પ્રોટીન વધુ પ્રમાણ મા લેવામા આવે તો આખા દિવસ દરમિયાન ખાવાના વિચારો પણ ૬૦% જેટલા ઓછા આવે છે.

                        પ્રસ્તુત આર્ટિકલ મા આ સૌથી મહત્વ ની ટીપ છે. હાઇ પ્રોટીન ડાઇયેટ લેવાથી તે મેટબૉલિજ઼મ ને  આશરે ૮૦થી ૧૦૦ વધારે છે અને પેટ ને ભરેલુ રાખવામા પણ મદદ કરે છે જેનાથી તમે આશરે ૩૦૦ કેલરિ ઓછી કન્સ્યૂમ કરી શકો છો.
૪. પૂરતી ઉંઘ લેવી.-
                        મોટાભાગ ના લોકો ઉંઘ ને ઍટલુ મહત્વ નથી આપતા. પરંતુ વજન ઉતારવા માટે જેટલા કસરત અને ખોરાક મહત્વ ના છે, તેટલુ જ ઉંઘ પણ ખૂબ આવશ્યક છે. ઍક રીસર્ચ પ્રમાણે જે લોકો પૂરતી ઉંઘ નથી લેતા તે લોકો મા ૮૯% વજન વધવાની સંભાવના રહે છે.

 ૫. તમારો ખોરાક બરાબર ચાવીને જમો-
                         તમારા મગજ ને પેટ ભરાયૂ છે કે નહી તે સમજતા વાર લાગે છે. તેથી ધીરે ધીરે જમવા થી ઓછી કેલરિ લેવાય છે. વધુ પડતા ઝડપ થી જમતા વ્યક્તિ ઓ મેદસ્વી હોઈ શકે છે.

૬. વધુ શાકભાજી અને ફળો લેવા-
                           ફળો અને શાકભાજી મા અમુક તત્વો ઍવા રહેલા હોય છે જે વજન ને ઘટાડી શકે છે. આ ઉપરાંત તેમા ખૂબ ઓછી કેલરિ હોય છે તથા પાણી નો ભાગ અને ફાઇબર્સ વધારે હોવાથી ચાવવામા વાર લાગે છે. તેમા સારી ઍવી માત્રામા વિટમિન્સ પણ રહેલા હોવાથી અન્ય ઘણા રોગ મા પણ લાભદાયી નીવડે છે.

 ૭. વજન ઉચક્વુ-
                          ડાઇયેટિંગ ની સૌથી મોટી સાઇડ ઍફેક્ટ ઍ છે કે તેનાથી મસલ લોસ થાય છે અને મેટબૉલિજ઼મ ખૂબ સ્લો થઈ જાય છે, તેને કારણે ઘણી વાર શરીર અનેક બિમારી ઑ નુ ભોગ પણ બને છે જેમકે ઉલ્ટી થવી અને ભૂખ ના લાગવી. આવી સાઇડ ઍફેક્ટ થી બચવા માટે વજન ઉચકવ જોઇઍ.
કારણકે હમેશા માત્ર ચરબી ઉતારવી ઍજ મહત્વ નુ નથી હોતુ, પરંતુ સ્વાસ્થ્ય વધુ સારુ બને તે પણ અતીશય જરૂરી છે.
૮. ઍરોબિક ઍક્સર્સાઇજ઼ કરવી-
           ઍરોબિક ઍક્સર્સાઇજ઼ને કારણે ચરબી ઘટે છે, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સુધરે છે. ઍક રીસર્ચ પ્રમાણે , બેલી ફૅટ(પેટની ચરબી) ઉતારવા માટે અને શરીર મા રહેલા વિવિધ અંગો ની આસપાસ જે ચરબી રહેલી હોય છે તે ઉતારવા માટે ઍરોબિક ઍક્સર્સાઇજ઼ કરવી જોઇઍ.
૯. તમારા ફ્રીઝ મા હેલ્થી વસ્તુઓ રાખવી-
             પ્રેક્ટિકલી જોઇઍ તો જ્યારે પણ ભૂખ લાગે આપણે ફ્રીઝ જ જોતા હોઇઍ, તેથી ફ્રીઝ મા આઇસ ક્રિમ, વિવિધ પ્રકારની ગળી વસ્તુઓ કે પછી કિચન મા તળેલો નાસ્તો રાખવાથી આપણે તે જ ખાવાની ઈચ્છા થતી હોય છે. પરંતુ આ બધી ચીજો ને બદલે વિવિધ પ્રકારના ફળો , શાકભાજી જો રાખિઍ તો સલાડ બનાવીને ખાઈ શકાય. આ સિવાય જો નાસ્તો જ કરવાની ઈચ્છા હોય તો શેકેલો નાસ્તો પણ બનાવી શકાય, અને હવે બજાર મા પણ તૈયાર સારા ઍવા શેકેલા નાસતા મળતા હોય છે જે લાઇ શકાય.
૧૦. જમવાની પ્લેટ નાની રાખવી-
             હજુ પણ ઘણા લોકો ના ઘર મા ખૂબ મોટી થાળી ઑ રાખવાનો રિવાજ હોય છે, તે મહેમાન માટે વાપરી શકાય, પણ જો તમારે વજન ઉતારવુ હોય તો નાની પ્લેટ નો ઉપયોગ કરવો. 
૧૧. પોર્ષન કંટ્રોલ(Portion Control) ની પ્રૅક્ટીસ કરવી અને ફુડ ડાઇયરી રાખવી-
ઘણા લોકો ઍવુજ માનતા હોય છે કે તેઓ ઓછુ જ જમે છે. પરંતુ ઉમર અનુસાર ખોરાક મા પણ ફેરફાર કરવા ખૂબ જરૂરી છે, જેમકે ૪૦ વર્ષ ની વય ધરાવતા લોકો પણ ઍવુજ માનતા હોય છે કે હુ ૨૦ વરસે જેટલુ ખાઈ શકતો હતો ઍટલુ જ હજુ પણ જમી શકુ અને મારી પાચન ક્રીયા ઍટલી જ સક્ષમ હશે, પરંતુ આ પ્રકાર ની માન્યતા ઑ ને કારણે જ વજન વધતુ હોય છે.

રોજ કેલરિ માપી ને ખાવાથી તમને ખ્યાલ આવશે કે કયા પ્રકાર નો ખોરાક ખવાય અને શુ ના ખવાય. પોર્ષન કંટ્રોલ ઍટલે માપીને ખાવુ. ઍક રોટલી ઓછી ખાવાથી કોઈ પણ પ્રકારની નબળાઈ આવતી નથી, અને ખાવાથી તાકાત મળે ઍના કરતા યોગ્ય ખોરાક ખાવાથી તાકાત મળે છે તેવુ માનવુ જોઇઍ.
૧૨. રીફાન્ડ પ્રકારના કાર્બ ના ખાવા-
 સૌથી પહેલુ નામ આવે મેંદો. વેસ્ટર્ન વર્લ્ડ ની આ ગિફ્ટ કહી શકાય પણ લોકો ને ખૂબ લલચામણી લાગતી હોય છે, પીઝા, બ્રેડ અને હવે તો પંજાબી હોટલ મા રોટી અને નાન પણ મેન્દા માથી જ બનાવાય છે.
 મેંદો ખાવાથી બ્લડ સુગર વધે છે અને તેનાથી વધુ જલ્દી ભૂખ લાગે છે અને વધુ ખાવાની .ઈચ્છા થાય છે જેથી તે ફાઇનલી તો મેદસ્વિતા ને પ્રેરે છે.

No comments:

Post a Comment