હોરર શો…!!?? અને અરુચિ…??!!
હોરર શો…!!?? અને અરુચિ…??!!
Horror show disadvantages in gujarati
“જુઓને બેન, અમારી દીકરી ક્રિશા છેલ્લાં પંદર દિવસથી કંઈ ખાસ ખાતી પીતી નથી, બહુ આગ્રહ કરીએ ત્યારે માંડ એકાદ રોટલી અને થોડું શાક ખાય. વધારે કહીએ કે ધમકાવીએ તો ઉબકા ખાવા માંડે અને ક્યારેક ઉલ્ટી પણ થઇ જાય. પહેલાં તો કેટલું વ્યવસ્થિત જમી લેતી હતી. કોણ જાણે કેમ એને શું થઇ ગયું છે? પાડોશીએ કહ્યું એટલે નજર પણ ઉતરાવી જોઈ, પણ કાંઈ ફેર પડતોનથી.” દીકરીની ચિંતા કરતાં મીનુબેને ઉપર પ્રમાણે ફરિયાદ કરી.
કોઈ બીમારી જેમ કે તાવ, એસિડિટી, કબજિયાત વગેરે કાંઈ નથી ને? એની તપાસ કર્યા પછી મેં પૂછ્યું કે સગાંસંબંધીમાં કોઇ અજુગતો બનાવ બન્યો હોય કે અકાળે અવસાન થયું હોય… આબધું પૂછ્યા પછી પણ અરુચિ થવાનું મૂળ કારણ મળતું નહોતું.
ડિટેઈલમાં હિસ્ટ્રી વખતે એમ જ એક આડવાત કરતાં પૂછ્યું, “ક્રિશા, તું ટી.વી. જુએ છે?” ક્રિશાએ કહ્યું, “હા, હું તો બધા જ પ્રોગ્રામ જોઉં છું.” હું આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં આગળ પૂછયું, “એમાંથીતને કયા પ્રોગ્રામ જોવા નથી ગમતા?” ક્રિશાએ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના જવાબ આપ્યો “હોરર શો.”
Horror show disadvantages in gujarati
પછી મેં પૂછ્યું, “તમારા ઘરમાં હોરર શો કોણ જુએ છે.” ક્રિશાએ કહ્યું, “મારો ભાઈ અર્જુન.” મને ખૂબ બીક લાગતી હોય તો પણ એ ટી.વી. બંધ ના કરે. એક દિવસ ટી.વી. જોતા જોતા અમે જમવાબેઠા હતા. ત્યારે જ હોરર શોની જાહેરાત આવી. એમાં એક બીક લાગે એવા મોઢાવાળો, ફાટી ગયેલી આંખવાળો, લાલ લાલ લોહી નીકળતું જોઈને મને તો ખાતા-ખાતા ઉબકો આવી ગયો. જમીલીધા પછી પણ ચેન પડતું નહોતું. પછી એ દિવસે ખૂબ ઉલ્ટી થઈ. ક્રિશાની મમ્મી સાથે વાત આગળ વધારી, એટલે જાણમાં આવ્યું કે એ સમયથી ક્રિશાને ખોરાક માટે અરુચિ થઈ ગઈ છે.
આમ, ખોરાક પ્રત્યે અરુચિ થવા માટે મનોવૈષમ્ય એટલે કે મનની વિષમ પરિસ્થિતિ પણ જવાબદાર હોય છે. ભય, શોક, કામ, ક્રોધ, લોભ, ઈર્ષ્યા, બિભત્સ દર્શન (જેમ કે હોરર શો), ખરાબ ગંધ,ચિંતા વગેરે પરિબળોથી શરીરનું રાસાયણિક સમતોલન ખોરવાય છે. અસંતુલિત થયેલા દોષો તેનું નૈસર્ગિક કાર્ય છોડીને હૃદય અને જિહ્વા (જીભના મૂળમાં રહેલી રસનેન્દ્રિય) તરફ તીવ્ર ગતિથીપહોંચીને અરુચિ પેદા કરે છે.
Horror show disadvantages in gujarati
આમ જ જમતી વખતે ટી.વી. જોવાની આધુનિક જીવનશૈલી સાથે વણાઈ ગયેલી આદત તમારા સ્વાસ્થ્યને ધીમે-ધીમે ખોખરું કરી નાખે છે. ટી.વી. સામે બેસીને જમવાથી સૌ પ્રથમ તો તમનેસ્વાદનું પરફેક્ટ (perfect) જ્ઞાન નથી થતું. ગળ્યો, ખાટો, ખારો વગેરે રસ એ તમારા પાચનતંત્રને સક્રિય કરે છે. બીજું ટી.વી. સામે બેસીને જમવાથી ખોરાકની માત્રાનો ખ્યાલ નથી રહેતો. પેટક્યારે ભરાઈ ગયું કે નથી ભરાયું એનો અહેસાસ કરાવનાર મન બીજે ક્યાંક જોડાયેલું હોવાને કારણે થતો નથી. પરિણામે અપચો, ગેસ વગેરે સમસ્યાઓને આમંત્રણ મળે છે.
Horror show disadvantages in gujarati
મોંનો તૂરો સ્વાદ:
મનને વિષમ સ્થિતિમાં મૂકતા કયા પરિબળો, કયા દોષોને ઉત્તેજિત કરે છે તેનું સૂક્ષ્મ નિરીક્ષણ પણ આયુર્વેદે કરેલું છે. જેમ કે શોક, ભય, કામ, લોભ, ઈર્ષ્યા વગેરે પરિબળોથી મન સંતપ્ત થઈનેઅરુચિ પેદા થઈ હોય તો મોઢામાં તૂરા રસનો અનુભવ થાય છે. મોઢું તૂરું તૂરું લાગવું એ વાયુદોષ વધી જવાનું ચિન્હ છે. વાયુદોષ પ્રાકૃત માર્ગને અનુસરે એ માટે જમવાના સમયના અડધો કલાકપહેલા લવણભાસ્કર ચૂર્ણ પાણી સાથે ફાકી જવું. સ્થાનિક દોષોનું વિલયન થાય એ માટે લવણભાસ્કર ચૂર્ણની ચપટી ભરીને જીભ પર ભભરાવવી. આંગળીથી થોડું ઘસીને કોગળો કરવો. આનાથીજીભ પર સ્વાદ કેન્દ્રો પરનું આવરણ દૂર થતાં સ્વાદ પરખી શકાય છે.
મોંનો કડવો સ્વાદ:
આવી જ રીતે ક્રોધ (anger) થી પિત્તદોષની સમતુલા ખોરવાય છે. તેને કારણે મોઢું કડવું કડવું થઈને ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય છે. પિત્તદોષની માત્રા ઘટાડવા માટે, રાત્રે સૂતી વખતે એકચમચી અવિપત્તિકર ચૂર્ણ પાણી સાથે ફાકી જવું. જેનાથી પિત્તદોષનું નિર્હરણ થતા ક્રોધ પણ ઘટે છે અને અરુચિ પણ.
મુખવૈરસ્ય:
બિભત્સ દ્રશ્યો જોવાથી ઘણીવાર ત્રણેય દોષો ઉત્તેજિત થાય છે, ત્યારે મુખવૈરસ્ય એટલે કે મોઢાનો સ્વાદ ભિન્ન ભિન્ન લાગે છે. ઘણી વાર મોઢું ફિક્કું લાગે તો ઘણીવાર ગળ્યું, અથવા તો ખારું પણલાગે. તો કેટલીક વાર ન ગમે એવાં સ્વાદવાળું થઈ જાય.
ત્રણેય દોષોથી થયેલી અરુચિમાં રોજ રાત્રે ત્રિફલા ચૂર્ણ એક થી બે ચમચી જેટલું લેવું. ત્રિફલા શરીરમાં ચીટકી ગયેલા દોષો પીગળીને મળ માર્ગે બહાર ધકેલાય છે. જેઠીમધ ઘનની ગોળી દિવસમાંત્રણ-ચાર વાર ચૂસવી. એ ઉપરાંત, મરી અને મધ મિક્સ કરીને ચાટવું.
ઔષધોથી જે તે દોષનો પ્રતિકાર થતા અરુચિનું તત્કાલિન નિવારણ થાય છે. પરંતુ અરુચિ થવા પાછળનું મનોવૈષમ્યનું કારણ સતત ચાલુ રહે તો કાયમી ફાયદો થતો નથી. ઔષધો લેવા છતાં સતતશોક કે સતત ચિંતા જેવા મૂળભૂત કારણોને દૂર કરવા માટે ધર્મ અને તત્વજ્ઞાનથી દર્દીના મનનું સમાધાન કરવું આવશ્યક છે. સાંત્વન આપવું. ઉપરાંત મન ગમતી પ્રવૃત્તિ જેમ કે સંગીત સાંભળવું, શીખવું, ચિત્રકામ, નૃત્ય વગેરેમાં મનને વ્યસ્ત રાખવું.
વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા