Guj Health Guru
Health Information in Gujarati
મૅનોપોઝને કારણે વધતી મેદસ્વિતા અંકુશમાં લઈ શકાય
મહિલાઓનો માસિક સ્રાવ ઉંમર વધે તેમ ધીમે ધીમે ઓછો અને બંધ થાય છે. આશરે ૪૫થી ૫૫ વર્ષની ઉંમરે આ પ્રક્રિયા પૂરી થતી હોય છે. મૅનોપોઝ આવી ગયા બાદ સ્ત્રી માતા બની શકતી નથી. મૅનોપોઝ દરમિયાન સ્ત્રીઓનું અંડાશય બીજ બનાવવાના બંધ કરી દે છે. તે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઓછી માત્રામાં બનાવે છે. આ બંને એક પ્રકારના હોર્મોન છે.
Menopause: હોર્મોનમાં આવતા ચેન્જ
સ્ત્રીના શરીરમાં હોર્મોનના ચેન્જ આવે છે તેને કારણે મૅનોપોઝ આવે છે, જે રજોનિવૃત્તિ તરીકે પણ ઓળખાય છે. માસિક પહેલા ઓછું થાય છે અને ધીમે ધીમે બંધ થાય છે. કેટલીક સ્ત્રીઓમાં માસિક અચાનક બંધ થઈ જાય છે. એક વર્ષ સુધી સંપૂર્ણ રીતે માસિક ન આવે ત્યારે તે મૅનોપોઝ કમ્પ્લિટ થયો ગણાય છે. મૅનોપોઝનો એક પ્રકાર સર્જિકલ મૅનોપોઝ પણ છે. તેમાં કેટલીક હોર્મોનથેરપી અને કેમોથેરપીને કારણે ઓવરીઝ- અંડાશયને ઑપરેશનથી બહાર કાઢી નાખવામાં આવે છે.
Menopause: મૅનોપોઝનાં લક્ષણો
માસિક ધીમે ધીમે ઓછું થાય, ધીમે ધીમે બંધ થઈ જાય, હોટ ફ્લેશિશ આવે છે. તેમાં અચાનક પરસેવો થવા માંડે છે. વહેલી સવારે પણ કોઈવાર ઊંઘમાં પસીનો છૂટી જાય છે. તે વખતે એરકન્ડિશનમાં રહેવું જ જોઈએ તેવી લાગણી થાય છે. વાતવાતમાં ચિડાઈ જાય તેવું બને છે. મૂડ વારંવાર બદલાયા કરે છે. ટેન્શન એકાએક વધી જાય છે. સ્વભાવમાં ઉદાસીનતા જોવા મળે છે. ઘણીવાર સાંધામાં દુખાવો પણ થાય છે.
Menopause: મૅનોપોઝમાં વજન વધવાનાં કારણો
જ્યારે સ્ત્રીઓનું માસિક સંપૂર્ણપણે બંધ થઈ જાય તેને પોસ્ટ મૅનોપોઝ સ્ટેજ કહેવાય છે. મોટા ભાગે તે દરમિયાન જ સ્ત્રીઓનું વજન વધી જાય છે. મૅનોપોઝ દરમિયાન ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન જે ઓવરીઝમાં બને છે તે ઓછા બનવા માંડે છે. સંશોધનમાં જણાવ્યા પ્રમાણે તેને કારણે વજન વધતું નથી. માત્ર પેટની આસપાસ જ ચરબી જમા થાય છે, પરંતુ હોર્મોનમાં જે ચેન્જ આવે છે તેને કારણે સ્ત્રીઓમાં ડિપ્રેશન કે એન્ગ્ઝાઇટી આવે છે. તેને કારણે જ તેમને વધુને વધુ ખાવાની ઇચ્છા થાય છે.
આ દરમિયાન સાંધામાં દુખાવા થાય છે, તેને કારણે ઍક્સરસાઇઝ કરવાનું કે ચાલવાનું પણ સ્ત્રીઓ બંધ કરી દે છે. તેથી સમગ્ર શરીરનું વજન વધવા માંડે છે. મૅનોપોઝને કારણે પેઢુના ભાગમાં બે-ત્રણ ઇંચ વધારો થાય છે. બાકીનો વધારો સ્ત્રીઓના મૂડ સ્વિંગને આભારી છે.
Menopause: વજન વધવાથી ઊભા થતાં જોખમો
મૅનોપોઝમાં વજન વધી જવાથી બ્લડ પ્રશેર થઇ શકે છે. હાઇ બ્લડપ્રશેર અને હાઈ કૉલેસ્ટ્રોલની સમસ્યા થઈ શકે છે. ટાઈપ ટુ ડાયાબિટીસ થઈ શકે છે. ટાઈપ ટુ ડાયાબિટીસ બહુધા ૪૦ વર્ષ પછી જ થાય છે. ટાઈપ ટુ ડાયાબિટીસ જન્મજાત કે હેરિડિટરી હોતો નથી. હાર્ટ ડિસીઝ કે પ્તદયરોગનો હુમલો કે પછી પેરાલિસીસનો એટેક પણ તેને કારણે આવી શકે છે.
No comments:
Post a Comment