સફેદ પાણી પડવું – અકસીર આયુર્વેદ ઉપચાર!
સફેદ પાણી પડવાની સમસ્યા ઘણી બહેનોને હોય છે. સામાન્ય રીતે દરેક સ્ત્રીને કોઈ પણ ઉંમરમાં ચીકાશયુક્ત સ્ત્રાવ થતો હોય છે અને એ જરૂરી પણ હોય છે. કારણ કે એનાથી ગર્ભાશયના રોગો થતા અટકે છે, અને યોનિ માર્ગ સૂકો થઈ જતો નથી, જેથી જીવાણુઓનું સંક્રમણ અટકે છે.
લ્યુકોરિયા: Vaginal discharge
પરંતુ કેટલીક સમસ્યાઓ દૂર રાખજે આ પ્રવાહીનું પ્રમાણ તેની જરૂરિયાત કરતા વધવા માંડે ત્યારે એ સ્વયં એક સમસ્યાનું રૂપ ધારણ કરે છે, જેને આધુનિક પરિભાષામાં લ્યુકોરિયા કહે છે.
આમ તો, આ સમસ્યા ઘાતક, મારક કે અત્યંત પીડાકારક ન હોવાને કારણે બહેનો ઘણીવાર તેના તરફ બેદરકાર રહે છે.
ગર્ભાશય ગ્રીવા પર ચાંદી:
સફેદ પાણી પડવું તે એક સ્વતંત્ર સમસ્યા છે. આમ છતાં, ક્યારેક તે લક્ષણરૂપે જોવા મળે છે. જેમ કે ગર્ભાશયની ગ્રીવા પર ચાંદી પડે ત્યારે સફેદ પાણી પડવું એ એક લક્ષણ હોય છે.
આધુનિક સારવાર:
આધુનિક ચિકિત્સા પદ્ધતિમાં ગર્ભાશયની ગ્રીવા પર પડેલી ચાંદીને કોટરાઈજેશન (cauterization) કરાવવાની સલાહ અપાય છે. આમાં બે પ્રકારે સારવાર કરાય છે. ૧. Electric Cauterization ૨.Cryo Cauterization.
આ સાથે એન્ટિબાયોટિક્સ અને અન્ય ઔષધો આપવામાં આવે છે.
No comments:
Post a Comment